કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ભારત-ચીન મિત્રતા સંઘના કાર્યક્રમમાં હાજર રહેવાનો કર્યો ઈનકાર
બેંગાલુરુ, તા. 27 ઓગસ્ટ 2022 શનિવારકર્ણાટકમાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ શનિવારે વૈચારિક મતભેદોનો હવાલો આપતા ચીની દૂતાવાસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવાની ના પાડી દીધી. સિદ્ધારમૈયાએ ટ્વીટ કરતા લખ્યુ કે મે રવિવારે ભારત-ચીન મિત્રતા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાની ના પાડી દીધી પરંતુ આમંત્રણમાં મારુ નામ જોઈને મને નવાઈ લાગી. તેમણે આ નિર્ણયનુ કારણ જણાવતા કહ્યુ કે હુ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો નથી કેમ કે વૈચારિક રીતે મારો મતભેદ છે અને અમારી પાર્ટી કાર્યક્રમના ઉદ્દેશ્ય વિરુદ્ધ છે.કાર્યક્રમ 28 ઓગસ્ટે ભારત-ચીન મિત્રતા સંઘનો કાર્યક્રમ રવિવારે એટલે કે 28 ઓગસ્ટે છે. જેમાં પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના આંતરિક મુદ્દામાં અમેરિકી સામ્રાજ્યવાદીના હસ્તક્ષેપને લઈને ચર્ચા થવાની છે. આ આયોજનમાં એક ચીની ફોટોગ્રાફિક પ્રદર્શન પણ સામેલ છે.સિદ્ધારમૈયાનુ નામ મુખ્ય અતિથિ તરીકે આપવામાં આવ્યુ હતુભારતમાં તાઈવાનના મુદ્દે ચીનના સમર્થનમાં સેમિનાર આયોજિત કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમમાં સિદ્ધારમૈયાનુ ચીફ ગેસ્ટ હોવાની વાત કરવામાં આવી હતી. કર્ણાટક કોંગ્રેસના બીજા વરિષ્ઠ નેતા અને સાંસદ પણ આનો ભાગ રહેશે. આ સેમિનારનો મુદ્દો ચીનના આંતરિક મુદ્દામાં અમેરિકાના હસ્તક્ષેપનો વિરોધ કરવાનો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.