વડોદરા: મકાન બનાવવા મામાએ વધુ પૈસા પડાવ્યા: ધમકી મળતા L&Tકંપનીના કર્મચારીની ફરિયાદ
- પપ્પાને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વખત આવ્યો તો હું જોઈ લઈશ તેવી ધમકીવડોદરા,તા.25 ઓગષ્ટ 2022,ગુરૂવારમામાએ મકાનના બાંધકામ મુદ્દે વધુ રૂપિયા પડાવી મામાના દીકરાએ નાણાની લેવડદેવડની પતાવટ માટે ધમકી આપી હોવાના આક્ષેપ સાથે એલ એન્ડ ટી કંપનીના કર્મચારીએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે રહેતા નીરવભાઈ પ્રજાપતિ એલ એન્ડ ટી કંપનીમાં ડિઝાઇનર તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2019 દરમિયાન મારા મકાનના નવા બાંધકામ અંગે મામા મનુભાઈ મારફતે કારીગર સાથે પ્રતિ સ્ક્વેર ફૂટ 150 નો ભાવ નક્કી કર્યો હતો. ત્યારબાદ મનુભાઈએ બાંધકામ પેટે વધુ રૂપિયા માંગ્યા હતા. જેથી તમામ રકમ પેટે 3 લાખ ચૂકવ્યા હતા. જોકે ત્યારબાદ અવારનવાર મામા મનુભાઈ વધુ રૂપિયાની માંગણી કરે છે. હું કંપનીમાં નોકરી પર હતો. તે સમયે અમારી એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતો મામાના દીકરા કૌશલકુમાર પ્રજાપતિએ મને કોમ્પ્યુટરની એપ્લિકેશન ઉપર મેસેજ કરી ધમકી આપી હતી કે રાજુની વાઈફ અને એનો છોકરો હમણાં વર્કશોપ પર આવીને પપ્પાને હેરાન કરે છે . અને એની વાઈફ પણ દિવસમાં બે ત્રણ વખત કોલ કર્યા કરે છે. એનું જે હોય તે ગમે તે રીતે પતાવ. અને પોલીસમાં જવાનું કહીને ગયો છે. જો એના લીધે પપ્પાને ત્યાં ધક્કા ખાવાના થયા તો પછી અમને કંઈક કરતા વાર નહીં લાગે.અને શું કરીશ તે ટાઈમ પર જોઈ લેજે. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે કૌશલ વિરુદ્ધ ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.