યુવતીનો સતત પીછો કરીને હેરાન કરતા યુવક સામે ફરિયાદ - At This Time

યુવતીનો સતત પીછો કરીને હેરાન કરતા યુવક સામે ફરિયાદ


વડોદરા,યુવતીનો સતત  પીછો કરીને મોબાઇલ નંબર માંગી હેરાન કરતા શખ્સના કરતૂતોથી કંટાળીને યુવતીએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો.આ અંગે યુવતીની ફરિયાદના આધારે વાડી પોલીસે રોમિયોગીરી કરનાર યુવક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષની યુવતીએ પોલીસને જણાવ્યું છે કે, મેં ધો.૧૦ સુધી અભ્યાસ કર્યો છે.ત્યારબાદ અભ્યાસ છોડી દીધો હતો.બે મહિના પહેલા મારી મમ્મી  પડી  ગઇ હતી.તેની તબિયત સારી નહી હોવાથી હું ઘરનું કામકાજ કરતી હતી.અને શાકભાજી લેવા માટે મારા ઘરેથી ચાલતી નીકળી ખાનગાહ મહોલ્લા જતી હતી.ત્યારે એક વ્યક્તિ મારો પીછો કરતો હતો.એક વખત તે સ્કૂટર લઇને મારી આગળ આવીને ઉભો રહી ગયો  હતો.તેણે મને જણાવ્યું હતું કે,મારૃં નામ અબ્દુલરહીમ જમાલહૈદર કુરેશી છે.મારે તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે.તમારો વોટ્સએપ નંબર આપો.પરંતુ,હું  કંઇપણ કહ્યા વિના જતી રહી  હતી.તે પછી  હું ઘરની બહાર નીકળતી નહતી.અબ્દુલરહીમ રાતના સમયે મારા  ઘરની આગળ આવીને ઉભો રહેતો હતો.તેની સાથે તેના મિત્રો પણ આવીને ઉભા રહેતા  હતા.અને મજાક મસ્તી કરતા હતા.આજે સવારે નવ વાગ્યે મારા પપ્પા રીક્ષા લઇને નીકળ્યા હતા.ત્યારબાદ મારા મોટા ભાઇ પણ તેમના કામથી બહાર ગયા હતા.મારા મમ્મી સાડા  દશ વાગ્યે સયાજી હોસ્પિટલમાં સારવાર  કરાવવા માટે નીકળ્યા હતા.હું રસોઇનું કામ કરીને સાડા અગિયાર વાગ્યે શાકભાજી લેવા માટે ખાનગાહ મહોલ્લામાં ગઇ હતી.હું શાકભાજી લઇને મારા  ઘરે  પરત આવતી હતી.ત્યારે અબ્દુલરહીમ (રહે.ગોસીયા મસ્જિદ પાછળ, ખાટકીવાડ) મારા ઘર પાસે ઉભો હતો.તેના હાથમાં મોબાઇલ ફોન હતો.તેણે મારી નજીક આવીને કહ્યું કે,મને એક સ્માઇલ આપ અને મારી નજીક આવ.આજુબાજુમાં કોઇ વ્યક્તિ હાજર  ન હોય હું કંઇપણ બોલ્યા વગર મારા ઘરે જતી રહી હતી.ત્યારબાદ મેં અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી હતી.ત્યારબાદ મેં મારા મમ્મી તથા  પપ્પા અને ભાઇને  ફોન કરીને જાણ કરી હતી.તે દરમિયાન મહિલા હેલ્પ લાઇનની વાન મારા  ઘરે આવી હતી.અને મારી  પૂછપરછ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.