લાઈનબોય સહિત બે શખ્સોએ હોટલના મેનેજરને ફડાકા ઝીંકી મારમાર્યો
નવરાત્રિના તહેવાર દરમિયાન લુખ્ખાઓ બેકાબૂ બન્યા છે. રેસકોર્સ રિંગ રોડ પર આવેલ વ્રજ હોટેલમાં લાઈનબોય સહિત બે શખ્સોએ ઘૂસી ધમાલ મચાવી હોટેલના મેનેજરને મારકૂટ કરી હતી. બનાવને પગલે મેનેજરે ફરિયાદ કરતાં પ્ર. નગર પોલીસે સીસીટીવીમાં કેદ પોલીસપુત્ર સહિત બેલડીને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા અને રેસકોર્સ રિંગ રોડ પર હોટેલ વ્રજ રેસકોર્ષમાં મેનેજર તરીકે નોકરી કરતા કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ ગઢિયાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હરિજિતસિંહ જાડેજા અને હરિસ ફિરોજ બતાળાનું નામ આપી જણાવ્યું હતું કે, બુધવારે રાત્રીના તે અને તેનો સ્ટાફ હોટેલે હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સ હોટેલમાં ધસી આવ્યા હતા. દરમિયાન એક શખ્સે હોટેલના કાઉન્ટર પર આવી હોટેલના રજિસ્ટર સહિતની વસ્તુઓની માંગ કરી હતી જે નહીં આપતા ધમાલ મચાવી હતી અને મારકૂટ શરૂ કરી હતી.
દરમિયાન પોલીસમાં ફોન કરવાનું કહેતા બન્ને નાસી ગયાનું જણાવ્યું હતું. બાદમાં તેઓ પ્ર. નગર પોલીસ મથકે દોડી જઈ બનાવ અંગે જાણ કરતાં પીએસઆઇ બેલીમ, હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગરે બન્ને આરોપી સામે સીસીટીવીના આધારે તપાસ કરતાં હોટેલમાં ધમાલ મચાવનાર પોલીસ હેડક્વાર્ટર્સમાં રહેતો હરિજિતસિંહ સહદેવસિંહ જાડેજા અને નાનામવા રોડ પર લક્ષ્મીનગરમાં રહેતો હરિશ ફિરોજભાઈ પતાળા હોવાનું બહાર આવતા પોલીસ બન્નેની ધરપકડ કરી વધુ પૂછતાછ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.