સિહોર શહેર માં SBI શાખાની રહેમનજર હેઠળ ચાલતા ગેરકાયદેસર કસ્ટમર સર્વિસ પોઇન્ટ વિરુદ્ધ ભાવનગર એજીએમ સમક્ષ ફરિયાદ - At This Time

સિહોર શહેર માં SBI શાખાની રહેમનજર હેઠળ ચાલતા ગેરકાયદેસર કસ્ટમર સર્વિસ પોઇન્ટ વિરુદ્ધ ભાવનગર એજીએમ સમક્ષ ફરિયાદ


સિહોર માં છેલ્લા ઘણા સમય થી એસ.બી.આઈ. કસ્ટમર સર્વિસ પોઇન્ટ ના નામ પર લોકો ને છેતરી ગેરકાયદેસર રીતે નાણા ની હેરફેર કરવાનું કૌભાંડ ઘણા સમય થી ચાલી રહ્યું છે, જેમાં કોઈ પણ જાત ની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે અધિકારીઓ ની મિલીભગતથી કસ્ટમર સર્વિસ પોઇન્ટ ચાલી રહ્યા છે અને લોકો ના નાણા નો એસ.બી.આઈ. ના નામ પર ગેરકાયદેસર રીતે કમિશન મેળવવાના હેતુ થી નાણા ના લેવડ દેવડ ના વ્યવહાર ચાલી રહ્યા હતા. આ અંગે અગાઉ ફરિયાદો કરવામાં આવતા સ્થાનિક શાખા અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવાના બદલે માત્ર માફીપત્ર લખાવી આ ગેરકાયદે પ્રવુતિ ચાલુ રાખવામાં આવતી હતી. અંતે આ અંગે આર.ટી.આઈ દ્વારા માહિતી માગવામાં આવતા રાતોરાત ત્રાહિત વ્યક્તિઓ ના નામ ની મંજૂરી આપી સમગ્ર પ્રકરણ પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુંદાળા ખાતે છેલ્લા પાંચ કરતા વધુ વર્ષ થી ચાલતા સેન્ટરની નવેમ્બર મહિનામાં વાપી ખાતે ફરજ બજાવતા સરકારી કર્મચારી ના પત્ની કે જેઓ પણ હાલમાં વાપી વસવાટ કરી રહ્યા છે તેમના નામ ની મંજૂરી આપવામાં આવી તથા સિહોર એસ.બી.આઈ. ની નવી બ્રાન્ચની બાજુમાં સર્વોત્તમ ડેરી માં નોકરી કરતા કર્મચારી ના નામ ની તથા બસ સ્ટેન્ડ ના ઢાળ માં પણ ગયા મહિને જ ફાઇલ મંજુર કરવામા આવી. આમ છેલ્લા પાંચ કરતા વધુ વર્ષો થી જે ગેરકાયદે સર્વિસ પોઇન્ટ ચાલી રહ્યા છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે સમગ્ર પ્રકરણ પર સ્થાનિક એસ.બી.આઈ. અધિકારીઓ દ્વારા પડદો પાડી દેવાના પ્રયત્નો થઈ રહ્યા હોય ત્યારે આજરોજ ભાવનગર એ.જી.એમ. ને તમામ પુરાવાઓ આપી દોષીઓ સમક્ષ કાર્યવહી કરવા રજુઆત કરવામાં આવી. આ સાથે સિહોર એસ.બી.આઈ. શાખામાં કોઈ પણ જાતની કાયદેસરતા વિના એસ.બી.આઈ. ના આઈ કાર્ડ લગાવી ફરતા ઈસમો વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે જેના પુરાવા રૂપે પાછલા બે મહિનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ આર.ટી.આઈ દ્વારા અરજદાર દ્વારા માગવામાં આવેલ છે અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપર સુધી લડી લેવાની પણ અરજદાર દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.