તારીખ ૧૩ થી ૧૫ મે ૨૦૨૪ સુધી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા વરસાદ ની શક્યતા – તારીખ ૧૬/૧૭ મે અને ૨૦ મે ૨૦૨૪ ના ગરમી નો માહોલ રહેવાની શક્યતા - At This Time

તારીખ ૧૩ થી ૧૫ મે ૨૦૨૪ સુધી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા વરસાદ ની શક્યતા – તારીખ ૧૬/૧૭ મે અને ૨૦ મે ૨૦૨૪ ના ગરમી નો માહોલ રહેવાની શક્યતા


સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ ૧૩ થી ૨૦ મે ૨૦૨૪
પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેવાની શક્યતા છે. ૧૫ મે સુધી પવન ની સ્પીડ ૧૫ થી ૨૦ કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો ૨૫ થી ૩૫ કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે, જે ફરતા પવનો હશે. ત્યાર બાદ ના આગાહી સમય માટે પવન ની સ્પીડ ૧૫ થી ૨૦ કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો ૨૦ થી ૨૫ કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન ૪૧°C થી ૪૨°C ગણાય.તારીખ ૧૩ થી ૧૫ માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ નજીક રહેશે. તારીખ ૧૬-૧૭ તેમજ ૨૦ ના ગરમી નું પ્રમાણ વધુ રહેશે જે બેક ડિગ્રી વધશે અને અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન ૪૩°C પાર કરવાની શક્યતા છે.

તારીખ ૧૩ થી ૧૫ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં અસ્થિરતા વધશે જેથી છુટા છવાયા વિસ્તારો માં એકાદ બે દિવસ ઝાપટા/વરસાદ ની શક્યતા છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.