સાબરકાંઠા જિલ્લામાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી* - At This Time

સાબરકાંઠા જિલ્લામાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી*


*સાબરકાંઠા જિલ્લામાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી*
*******************
સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઐાધોગીક એકમોમાં પરપ્રાંતના માણસો કામ ધંધા અર્થે આવે છે આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃતી સાથે સંકળાયેલ કોઇ વ્યક્તિ સ્થાનિેકે ભાડેથી મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યા લઇ સ્થાનિક માણસો સાથે ભળી જઇ બદ ઇરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા હોય કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી નૈમેષ દવેને મળેલ સત્તાની રૂએ સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ મકાન/દુકાન/ઐાધોગીક એકમોના માલિક કે સંચાલક અગર તો આ માટે આવા મકાન માલીકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જયારે મકાન ભાડે આપે ત્યારે સંબંધીત પોલીસ સ્ટેશને જરૂરી વિગતો સહની જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યા ભાડેથી આપી શકશે નહીં. ભાડે આપેલ મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યાની વિગત ભાડુઆત અને સંબધીત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં મકાન માલિકનું અથવા દુકાન/શો રૂમ માલિક વતી ભાડે આપવાની સત્તા ધરાવનારનું નામ , મકાન માલિક તથા દુકાન/શો રૂમનાઅ માલિક જ્યાં રહેતા હોય ત્યાંનુ સરનામુ,મોબાઇલ નંબર, ભાડે આપ્યાની તારીખ, નક્કી કરેલ ભાડું ભાડે લેનારનો સંપર્ક કઈ રીતે થયો તેની વિગત, સંપર્ક કરનારનું સરનામુ, ફોન નંબર/મોબાઇલ નંબર વગેરે વિગતો પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. આ જાહેરનામું તા.૧ જુલાઇ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ હેઠળ સજા/દંડને પાત્ર થશે.

આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.