ગારીયાધાર નગરપાલિકામાં પાણી મુદ્દે મહિલાઓની વારંવાર રજુઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાં
ગારીયાધાર શહેરમાં આવેલ ક્રુશ્ર્ણનગર તેમજ ઘોઘારીની વાડીનાં મહિલાઓ પીવાના પાણી બાબતે નગરપાલિકા જઇ ઉગ્ર રજુઆત કરી
વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હોય તેવું સ્થાનીક લોકો દ્વારા આક્ષેપ
પાયાની સુવિધાઓ પુરી પાડવામાં તંત્ર નિષ્ફળ હોય ત્યારે સત્તાપક્ષ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે
પાયાની સુવિધાઓથી વંચિત ગારીયાધાર શહેરીજનોને અન્ય શહેરોમાં હીજરત કરવા મજબુર બની રહ્યાં હોય છતાં અધિકારી-પદાઅધિકારીઓનુ પેટનું પાણી પણ હલતું ન હોય
તેમજ નગરપાલિકાની ચૂંટણી ટુક સમયમાં આવતી હોય છતાં પાણી.ગટર.રોડ-રસ્તાઓના અનેક પ્રશ્નો સળગી રહ્યા હોય
બે બે મહિનાથી એક પાણી લાઇનના વાલ પણ ફેરવી ન શકતાં હોય ત્યારે લોકોનાં પાયાનાં પ્રશ્નો હલ નહીં થાય તો આગામી ચુંટણીમાં લોકો દ્વારા પોતાના મત-અધિકારથી સત્તાપક્ષને જવાબ આપીશું તેવી સર્ચાઓ સાંભળવા મળી રહીં
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.