લાલજીદાદા ના વડલે ગોવિદ ભગત ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા પુસ્તક ની મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને ભેટ - At This Time

લાલજીદાદા ના વડલે ગોવિદ ભગત ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા પુસ્તક ની મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને ભેટ


લાઠી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલા ખાતે શ્રેષ્ટિ શ્રી ગોવિદભાઈ ધોળકિયા ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા વિદ્વાન લેખક સંપાદક અરુણકુમાર તિવારી અને કમલેશ યાજ્ઞિક ની કલમે આલેખાયેલ પુસ્તક ની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને ભેટ અર્પણ કરાય અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી સુવિખ્યાત ગોવિદકાકા નામ થી જાણીતા ડાયમંડ કિંગ રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ભગત ના આદર્શ આચરણો સિદ્ધાંત સંઘર્ષ પરિશ્રમ ગીતા ના શ્લોક (કર્મસ્તુ કૌશલ્યમ) સર્વ ની કુશળતા જ ધર્મ છે તેમ કર્મ કરતા રહો ના સિદ્ધાંત ના હિમાયતી  ઉત્તમ આચરણ થી ગમે તેવા કપરા સમય માં ભગવતગીતા માં બતાવ્યા પ્રમાણે શ્રેષ્ટતમ મનુષ્ય જીવન ની પગદંડી કંડારી 

આપબળે આગળ વધી હજારો હાથ ને હુન્નર કૌશલ્ય અને ઉત્તમ શીખ આપનાર ગોવિદભાઈ ધોળકિયા નું જીવન ચરિત્ર "હીરા હૈ સદા કે લિયે" હીરો કદી નાશ પામતો નથી ના સ્લોગન થી ઇન્ટરનેશનલ પ્રકાશન સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તક માં એક સામાન્ય ખેડૂત પરિવાર માં જન્મી ભાગવત ગીતા ના સિદ્ધાંતો ના ઉત્તમ આચરણ થી ઉન્નત થયેલ ગોવિદભાઈ ધોળકિયા ની સામાજિક સંરચના ઓ ધાર્મિક પ્રવૃત્તિ ઓ વ્યસન મુક્તિ જળસંસાધન પર્યાવરણ આરોગ્ય શિક્ષણ સહિત ની સેવા ઓ સાથે ગોવિદ ભગત ના સમગ્ર જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા પ્રબુદ્ધ કલમ નવેશી ઓએ નાના માં નાની બાબતો સેવા ઓ સિદ્ધાંતો ની નોંધ સાથે પ્રકાશિત કરેલ બાયોગ્રાફી ની સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલે  અશોકભાઈ કથીરિયા રાજુભાઈ ભુવા ગૌતમભાઈ પરમાર સહિત સંતોક બા મેડિકલ સેન્ટર ના સર્વ કર્મચારી તબીબી સ્ટાફ ના વરદહસ્તે ૧૩૮ વર્ષ જૂની સાહિત્ય સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ  ને જાહેર હિત માં અર્પણ કરાય હતી આ ભેટ થી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના તમામ ટ્રસ્ટી એવમ વાંચક વર્ગ રામકૃષ્ણ પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરી છીએ 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.