ધ્રાંગધ્રા ભાજપના ઉમેદવારને વિજય બનાવવા વેપારી મહાસંગઠનનો હુંકાર - At This Time

ધ્રાંગધ્રા ભાજપના ઉમેદવારને વિજય બનાવવા વેપારી મહાસંગઠનનો હુંકાર


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બેઠક પર ચુંટણીના માહોલ જામ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા દ્વારા દરેક સમાજ અને જુદી-જુદી સંસ્થાઓનું સંમેલન હાથ ધરી મતો અંકે કરવાની રાજકીય સ્ટેટઁજી હાથ ધરી છે જેમા આજે મોડી સાંજે ધ્રાંગધ્રા શહેરના દરિયાલાલ વાડી ખાતે વેપારી સંગઠનનું મહા સંમેલન હાથ ધરાયુ હતુ જેમા મોટી સંખ્યામા જુદા-જુદા રીટેઇલ તથા હોલસેલ સામગ્રી વેચાણના વેપારી તથા એસોસિયેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ વેપારી સંમેલન દરમિયાન તમામ વેપારી અગ્રણીઓ તથા એસોસિયેશનના પ્રમુખ દ્વારા ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાને જંગી બહુમતીથી જીત અપાવવાની ખાત્રી આપી હતી જ્યારે સંમેલન દરમિયાન પુવઁ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા, ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.