ચૂંટણી પંચે વોટર આઈડી વિના મત આપવા અંગે માર્ગદર્શિકા જારી કરી
ચૂંટણી પંચે વોટર આઈડી વિના મત આપવા અંગે માર્ગદર્શિકા જારી કરી
ઓળખ પ્રસ્થાપિત થતી હોય તો વોટર IDમાં નજીવી ભૂલો અવગણવી
ફોટોગ્રાફમિસમેચના કિસ્સામાં ECદ્વારા સૂચિબદ્ધ ફોટો ડોક્યુમેન્ટ રજૂકરવાનો રહેશે
એક પણ વાસ્તવિક મતદાર તેના મતાધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા ચૂંટણી પંચે રાજ્યોના ચૂંટણી અધિકારીઓને તાકીદ કરી છે કે વોટર આઇડીથી મતદારની ઓળખ પ્રસ્થાપિત થઇ જતી હોય તો તેમણે ક્લેરિકલ કે સ્પેલિંગની ભૂલોને અવગણવી. ફોટોગ્રાફ મિસમેચના કિસ્સામાં મતદારે ચૂંટણી પંચ દ્વારા સૂચિબદ્ધ વૈકલ્પિક ફોટો ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ એક રજૂ કરવાનો રહેશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે મતદારો વોટર આઇડી કાર્ડ રજૂ ન કરી શકે તેમણે તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફ્સિ દ્વારા જારી કરાયેલી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલું આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા સ્માર્ટ કાર્ડમાંથી કોઈ એક વૈકલ્પિક ફોટો આઈડી ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે.
કયા દસ્તાવેજો ઓળખ માટે માન્ય રહેશે
પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જાહેર સાહસો દ્વારા કર્મચારીઓને ઇશ્યુ કરાતા ફોટો સાથેના સર્વિસ આઇ-કાર્ડ, સાંસદો, ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યોને ઇશ્યુ કરાતા સત્તાવાર આઇ-કાર્ડ તેમજ સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા ઇ શ્યુ કરાતા યુનીક ડિસએબિલિટી આઇ-કાર્ડ પણ સ્વીકાર્ય છે. તેમના ભારતીય પાસપોર્ટની વિગતોના આધારે મતદારયાદીમાં રજિસ્ટર્ડ ઓવરસીઝ ભારતીયોની મતદાન મથક પર ઓળખ માત્ર ને માત્ર તેમના ઓરિજિનલ પાસપોર્ટના આધારે જ પ્રસ્થાપિત થશે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.