અમરેલી ના સાંસદે અંગત ફાયદા માટે નેશનલ હાઈવે નું એલાઈમેન્ટ ચેન્જ કરાવતા ખેડૂતો માં રોષ. રાતો રાત ખેતી ની જમીનો બિન ખેતી માં ફેરવી ઊંચું વળતર મેળવી લેવા કીમિયો - At This Time

અમરેલી ના સાંસદે અંગત ફાયદા માટે નેશનલ હાઈવે નું એલાઈમેન્ટ ચેન્જ કરાવતા ખેડૂતો માં રોષ. રાતો રાત ખેતી ની જમીનો બિન ખેતી માં ફેરવી ઊંચું વળતર મેળવી લેવા કીમિયો


અમરેલી ના સાંસદે અંગત ફાયદા માટે નેશનલ હાઈવે નું એલાઈમેન્ટ ચેન્જ કરાવતા ખેડૂતો માં રોષ.

રાતો રાત ખેતી ની જમીનો બિન ખેતી માં ફેરવી ઊંચું વળતર મેળવી લેવા કીમિયો

અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકા ના ખેડૂતો એ નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી ભારત સરકાર.ને મહુવા જેતપુર નેશનલ હાઈવે રોડ નંબર ૩૫૧ પર આવતા સાવરકુંડલા તાલુકાના ઓળિયા અને ચરખડિયા ગામે રોડ મૂળ જે તે સ્થિતિએ રાખવા ખેડૂતો ની રજુઆત
વ્યક્તિગત ફાયદા માટે ભારત સરકાર દ્વારા મહુવા જેતપુર સ્ટેટ રોડને નેશનલ હાઇવે નંબર ૩૫૧ જાહેર કરેલ છે. જે જમીન સંપાદન કરવા અંગે ભારત સરકારના રાજપત્ર તારીખ ૧૯/૦૧/૨૧ થી 3 A નું જાહેરનામું દૈનિક પત્રોમાં પ્રસિદ્ધ કરેલ હતું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખેડૂતોને સાથે રાખીને હાલ જે સ્ટેટ રોડ છે તે મૂળ જગ્યા એજ બે થી ત્રણ વાર ખેડૂતોને સાથે રાખીને સર્વે કરેલ હતો. અને ઓળિયા ગામ અને ચરખડીયા ગામ સ્ટેટ રોડને નેશનલ રોડમાં જો ફેરવવામાં આવે તો જગ્યા ને લઈને કોઈ પણ પ્રકારની અડચણ ઊભી થાય તેમ નથી. પરંતુ વર્તમાન અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયા નું વતન ચરખડિયા હોય અને તેમની પોતાની અને તેમના ભાઈઓની ચરખડિયામા જમીન આવેલ હોય તો રાષ્ટ્રના નાણા ચાવ કરી જવા જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ પોતાની, પોતાના ભાઈઓની, અને તેમના મળતીયાઓની જમીન બિનખેતી કરાવીને ચરખડિયા ગામના નવા બનતા નેશનલ હાઈવે નું એલાઈમેન્ટ ચેન્જ કરાવીને ઓળિયા અને ચરખડિયા એમ બે ગામ ને બાયપાસ રોડ કરાવેલ છે. તેમજ વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયા ના સસરા અને મામા નુ ગામ ઓળિયા હોય તો ઓળિયા ગામે પણ પોતાના સગા સંબંધી અને મળતીયા ઓની સાથે મળીને ત્યાં પણ જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી રોડમાં જમીનનું ઊંચું વળતર મેળવવા પોતાના મળતીયાઓની જમીન બીન ખેતી કરાવીને રાષ્ટ્રના નાણા ચાવ કરી જવાનું આયોજન પૂર્વક આ બંને ગામોમાં રોડનું એલાઈમેન્ટ ચેન્જ કરીને બંને ગામોમાં જરૂર ન હોવા છતાં બંને ગામ વચ્ચે નેશનલ હાઈવે રોડ બની શકે તેટલી જગ્યા હોવા છતાં સાંસદ શ્રી દ્વારા બાયપાસ રોડ બનાવીને આ એક પ્રકારનું રાષ્ટ્રના નાણાં સાવ કરી જવાનું કાવતરું રચવામાં આવ્યું છે. જેનો ભોગ ઓળિયા અને ચરખડીયા ગામના માત્રને માત્ર એટલી જ જમીન પર જેમના પરિવારનું પેટ
ભરાય છે. તેવા ખેડૂતો ના પેટ પર પાટુ મારવાનો પ્રયત્ન કર્યો છે. જો આ મૂળ રોડમાં ફેરફાર કરીને બંને ગામમાં બાયપાસ કાઢવામાં આવે તો અમારા ઓળિયા અને ચરખડીયા ગામના ખેડૂતોની ફળદ્રુપ જમીન ના ટુકડાઓ અને ભાગલા પડી જાય છે. જેથી ખેડૂતોની જમીન સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે. અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેમ છે. અમો ખેડૂતોની આજીવિકા અને ઘર નિર્વાહ માત્ર ખેતી પર હોય છે. તો આ બંને ગામના ખેડૂતો દ્વારા હાલના એલાઈમેન્ટ ચેન્જિગ બાયપાસ રોડ કાઢવા બાબતે સખત વિરોધ અને વાંધો દર્શાવેલ છે.તો આ બંને ગામમા બાયપાસ રોડ થઈ રહ્યા છે. તે બાયપાસ રોડ બંધ રાખીને હાલ જે રોડ છે. ત્યાંજ આ નેશનલ હાઈવે રોડ પહોળો બનાવવામાં આવે. તેમજ અમો ખેડૂતો અને ગ્રામજનો આ રોડ મૂળ જગ્યાએ પહોળો થાય તેમાં અમારો સંપૂર્ણ સહકાર છે. તો આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા અમારી ખેડૂતોની આપ સાહેબ પાસે માંગણી છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.