જસદણ પોલીસ સ્ટેશન 100 મીટરના એરિયામાં દારૂનું વેચાણ થાય છે: જાગૃત નાગરિકની અરજી
જસદણ પોલીસ સ્ટેશન 100 મીટરના એરિયામાં દારૂનું વેચાણ થાય છે: જાગૃત નાગરિકની અરજી
આજરોજ એટ ધીસ ટાઇમ ન્યુઝ ઓફીસમાં કોઈ જાગૃત નાગરિકે જસદણ તાલુકાના પોલીસ સ્ટેશનને 100 મીટરની હદમાં સતત દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારૂડિયાનો આતંક વધી રહ્યો છે આ બાબતે કોઈ જાગૃત નાગરિકે એડિટર ન્યૂઝ ચેનલમાં, જસદણ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર, રાજકોટ જિલ્લા પોલીસ, કમિશનર રાજકોટ, જિલ્લા પોલીસ આઈજી ને અરજી આપેલ. જે અરજીમાં જણાવ્યું હતું કે "જસદણ પોલીસ સ્ટેશનના 100 મીટરના એરિયામાં ભાદર નદીના કાંઠે નીચાણવાળા વિસ્તારમાં સતત દારૂનું વેચાણ તથા દારુડીયા નો આતંક વધી રહ્યો છે તથા હવે કોઈનો ડર વગર રાજ દિવસ સતત નદી ની અંદર દારૂ પીને ચાલતા ચાલતા માણસો ને તથા સ્ત્રીઓ ને હેરાન કરે છે તેમની નીડરતા જોતા એવું લાગે છે કે આ બધું પોલીસનું મીઠી નજર હેઠળ થાય છે જો કોઈ તેમનો વિરોધ કરે તો ધાક ધમકીઓ આપવામાં આવે છે." આ બાબત પોલીસ તંત્ર માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય માટે અરજીના અનુસંધાને જસદણ પોલીસ તત્કાલ ધોરણે આગળ કાર્યવાહી કરે આવું કામ કરવા માટે કોન પ્રેરિત કરી રહ્યું છે અથવા આ અરજી સાચી છે કે ખોટી તેની ગ્રાઉન્ડ લેવલ તપાસ કરવામાં આવે અને જે માહિતી મળે તે મીડીયામાં રીપોર્ટ આપવામાં તેવી એટ ધીસ ટાઇમ ન્યુઝ દ્વારા માંગ છે.
Report Hari Hirpara
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.