સૌરભ વિદ્યાલય દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર મહેરપુરા ગામે મઘ ઉછેર કેન્દ્ર તથા નૈસર્ગિક ખેતીની જાણકારી માટે ફિલ્ડટ્રીપ.
સૌરભ વિદ્યાલય દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર મહેરપુરા ગામે મઘ ઉછેર કેન્દ્ર તથા નૈસર્ગિક ખેતીની જાણકારી માટે ફિલ્ડટ્રીપ.
સૌરભ વિદ્યાલય દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓ વર્ગખંડના શિક્ષણને વાસ્તવિક દુનિયા સાથે સરખાવી આગળ વધે તે હેતુસર મહેરપુરા ગામે મધમાખી ઉછેર કેન્દ્ર ખેત તલાવડી તથા નૈસર્ગિક ખેતી માટે સ્કૂલ... ડે ને...ફન..ડે... બનાવી ફિલ્ડ ટ્રીપની મજા માણવામાં આવી. ફૂલ ગુલાબી ઠંડીમાં મહેરપુરા ગામે વિદ્યાર્થીઓએ સવારે
૧ કિલોમીટરનુ સ્વચ્છ પાથ તથા ટ્રેક પર મોર્નિંગ વોક કર્યું.
મહેરપુરા ગામે ઍપેરા હાઉસમાં મધમાખી ઉછેર કેન્દ્ર, સકરટેટી, જામફળ, ચીકુ, ડ્રેગન ફ્રુટ, મોસંબી, દાડમની આધુનિક તથા નૈસર્ગિક ખેતી.
ડ્રીપ ઇરીગેશન (ટપક સિંચાઈ પદ્ધતિ) સેન્ટ્રલાઈઝેશન સિસ્ટમ તથા સેન્ટ્રલાઇઝ ફર્ટીલાઇઝર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનુ પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું.
વરીયાળી, રાયડો, એરંડા, ઘઉંની ખેતીની માહિતી સાથે
ઍપેરા હાઉસમાં મધ ઉછેર કેન્દ્રની મુલાકાત... મધમાખીઓને તાદ્રશ્ય જોવી, મધમાખીઓના જીવનકાળ અંગે જાણવા તેના વર્તન વિશે જાણવા નો જીવનનો અણમોલ પ્રસંગ વિદ્યાર્થીઓને મળ્યો.
ખેત તલાવડીની મુલાકાત થકી વરસાદી પાણીનો સંગ્રહ તથા વિવેકપૂર્ણ ઉપયોગ.મધમાખી, મધપૂડો તથા તેને આનુસંગિક ભાગોથી બનતી વિવિધ પેદાશ. મધમાખીની જીવન પદ્ધતિ...વિવિધ વન તથા પુષ્પ પ્રમાણે મધનો પ્રકાર... મધમાખી ઉછેર આધારિત બનતી વિવિધ પ્રોડક્ટ... વિશે સમગ્ર વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. સમગ્ર ફિલ્ડ ને સફળ બનાવવા શાળાના આચાર્ય જીગ્નેશભાઈ ભટ્ટ ટ્રસ્ટી મિતેષભાઇ ભટ્ટ, ફિલ્ડ ટ્રીપ સંયોજક વિરાજ ભટ્ટ તથા સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.