સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં લોકસભા ની ચૂંટણી ને લઈને સહકારી આગેવાનો સામે હાઈ કમાન્ડની લાલ આંખ.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં લોકસભા ની ચૂંટણી ને લઈને સહકારી આગેવાનો સામે આક્ષેપ.આવતીકાલે (૭) મે ના રોજ લોકસભા ચૂંટણી નું મતદાન હોઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની લોકસભાની સીટ પહેલેથી જ ચર્ચામાં રહી છે ત્યારે ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવતો પ્રચાર ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ભાજપના હાઇકમાન્ડે લાલ આંખ કરી છે. મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના આગેવાનો ને જાણવામાં આવ્યું છે કે જો ગઈ વખત કરતા આ લોકસભા ચૂંટણીમાં ભાજપને ઓછા મત મળશે તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સહકારી આગેવાનો ની ખેર નથી એવું ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાણવામાં આવ્યું છે.ભાજપના લોકસભા ના માન્ય ઉમેદવાર વિરૂદ્ધ પ્રવુતિ કરનારાઓના મોઢા પર ના નુર ઉડી ગયા છે.આ પહેલા સાબરડેરીની ચૂંટણીમાં જે પક્ષ વિરૂદ્ધ પ્રવુતિઓ થઈ હતી તેવું ફરીથી ના થાય એના પર ભાજપ હાઈકમાન્ડની હવે સીધી બાજ નજર છે.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.