વાહ ફાઉન્ડેશન દ્વારા ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ ખાતે ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલ ધરાવતા સાયન્સ સેન્ટરની શરૂઆત થઈ. - At This Time

વાહ ફાઉન્ડેશન દ્વારા ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ ખાતે ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલ ધરાવતા સાયન્સ સેન્ટરની શરૂઆત થઈ.


વાહ ફાઉન્ડેશન દ્વારા ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ ખાતે ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલ ધરાવતા સાયન્સ સેન્ટરની શરૂઆત થઈ.

અમરેલી વાહ ફાઉન્ડેશન દ્વારા ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ ખાતે ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલ ધરાવતી આધુનિક લેબનું નિર્માણ થયું. આ લેબ એક કમ્યુનિટી સાયન્સ સેન્ટર તરીકે કાર્યરત રહેશે માત્ર કલામ કેમ્પસના વિધાર્થીઓ જ નહીં પરંતુ સમગ્ર અમરેલીના બધા જ વિધાર્થીઓ આ લેબની અંદર કાર્ય કરી શકશે.આ ઉદ્દઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે વાહ ફાઉન્ડેશનના ચેરમેન પ્રફુલભાઈ અમીન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વિધાર્થીઓને લેબ સમર્પિત કરીને વિશેષ પ્રેરણાદાયી પ્રવચન આપ્યુ હતુ. આ તકે વાહ ફાઉન્ડેશનના સેક્રેટરી આનંદભાઈ પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની ટીમ પણ વિશેષ હાજર રહી હતી.આ સાયન્સ સેન્ટર સમગ્ર અમરેલી માટે આશીર્વાદરૂપ બનશે અને અમરેલીના વિધાર્થીઓમાં રહેલી સાયન્સ પ્રત્યેની નવી વિચારધારા ડેવલપ કરવામાં મદદરૂપ બનશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.