અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના સ્વ. P.I ચૌધરી સાહેબ ને શ્રદ્ધાંજલી માટે ખોખરા પોલીસ દ્વારા પ્રાથના સભા.
જીવનમાં ભણતર , પારિવારિક અને સામાજિક જવાબદારીઓ સાથે ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન અને જીવનમાં અનેક ઊતાર ચઢાવ અને તડકા છાંયા જોઈ અનુભવથી આગળ વધી પોતાના જીવનમાં લક્ષ પ્રાપ્ત કરી દરેક પરિસ્થિતિ ને સમજી વિચારીને ચાલે એવા અનુભવી અને પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ તરફ઼થી જે શહેર, જિલ્લા કે ગામમાં પોલીસ સ્ટેશનમાં કામગીરી ની ફરજ અને જવાબદારી સોંપવામાં આવે એ હસતાં મોઢે સ્વિકારી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ ને પોતાનો એક પરિવાર સમજી હંમેશા સાથે હળી મળી ફરજ બજાવતા અને પોલીસ વિભાગમાં પોતે P.I હોવાનું જરા પણ અભિમાન ન રાખતા કોઈ પણ સમાજ પ્રત્યે દ્વેષભાવ વગર અને શાંત , દયાભાવ સ્વભાવના એવા ગુજરાત પોલીસમાં P.I તરીકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં આપણાં પો.ઇ.શ્રી કે.એસ.ચૌધરી સાહેબ,
આપણાં પો.ઇ.શ્રી કે.એસ. ચૌધરી સાહેબની તબિયત નાદુરુસ્ત હોય તેઓ ને સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં પરંતુ સારવાર દરમિયાન મેડિકલ રીપોર્ટમાં કોરોનાની ફેફસાં ઉપર અસર અને ન્યૂમોનિયાની અસર થતાં સારવાર દરમિયાન તબિયત વધુ ખરાબ થતાં ખોખરા પો.સ્ટેના પો.ઇ.શ્રી કે.એસ.ચૌધરી સાહેબ નું અચાનક દુઃખદ અવસાન થતાં આપણી વચ્ચે થી અણધારી વિદાય થી તેમનાં ઘર પરિવારે પોતાનાં વડીલ અને સ્વજન ગુમાવ્યાં છે આ સમય પરિવારજનો અત્યંત દુઃખદ હોય ભગવાન તેમના ઘર પરિવારજનો ને દુઃખના સમયે સહનશક્તિ અર્પે એવી પ્રાથના અને ગુજરાત પોલીસે એક જવાબદાર અધિકારી ગુમાવ્યા છે જે ખોટ કોઈ નહીં પુરી શકે,
સ્વ.પો.ઈ. કે.એસ.ચૌધરી સાહેબના આકસ્મિક વિદાયથી ગુજરાત પોલીસ વિભાગ સહીત ખોખરા પોલીસ સ્ટેશન, ઝોન ૫ સહીત તમામ પોલીસ કર્મચારીઓ માં ઘેરા શોકની લાગણી છવાઈ હતી,
તારીખ ૨૩ ઓગષ્ટ ૨૦૨૨ મંગળવાર ના રોજ સ્વ.કે.એસ.ચૌધરી સાહેબના આત્મા ની સદ્દગતી અને શાંતિ માટે ઝોન - ૫ ના ખોખરા પોલીસ સ્ટેશન તરફથી શારદાબેનની વાડી ખાતે સવારે ૧૧ : ૦૦ થી બપોરે ૧ : ૦૦ કલાક સુંધી ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અને પ્રાથના સભા નું આયોજન કરવામાં આવ્યુ હતું ,
આ પ્રાથના સભામાં ઝોન ૫ ના તમામ પોલીસ સ્ટેશનના મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહીત અનેક અન્ય ઝોન અને અન્ય પો. વિભાગના પોલીસ અધિકારીઓ, પો. કર્મચારીઓ, રાજનેતાઓ , ધારાશાસ્ત્રીઓ, રાજનૈતિક પાર્ટી ના મહાનુભાવો, સ્થાનિક વેપારીઓ, અગ્રણીઓ સહિત પત્રકારો હજાર રહી સ્વ.પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એસ.ચૌધરી સાહેબ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.