ભિંગરાડ ઉદારદિલ દાતા અરવિંદભાઈ આણદાણી પરિવાર દ્વારા નિર્માણ પેટા આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ - At This Time

ભિંગરાડ ઉદારદિલ દાતા અરવિંદભાઈ આણદાણી પરિવાર દ્વારા નિર્માણ પેટા આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ


ભિંગરાડ ઉદારદિલ દાતા અરવિંદભાઈ આણદાણી પરિવાર દ્વારા નિર્માણ પેટા આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ

લાઠી ભિગરાડ ગામે લાઠી તાલુકા ના મતીરાળા આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવેલા ભિંગરાડ મુકામે પેટા આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ કરવા માં આવ્યું. ભિંગરાડ ના વતની અને હાલ માં સુરત સ્થિત ઉદારદિલ દાતાશ્રી આણદાણી અરવિંદભાઈ શેઠ અને તેમના પરિવાર ના અનુદાન થી ભિંગરાડ મુકામે પેટા આરોગ્ય કેન્દ્ર ના નવા બિલ્ડિંગ નું નિર્માણ અને લોકાર્પણ થયેલ છે જેમાં માતા અને બાળ આરોગ્ય ને લાગતી તમામ સારવાર, રસીકરણ, ડાયાબિટીસ અને બીપી જેવા બિનચેપી રોગો ની સારવાર, સગર્ભા - પ્રસૂતા ની તમામ સારવાર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે ભિંગરાડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સગર્ભા અને પ્રસૂતા સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ કતિરા અને ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી થઈ. માતા અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે મતીરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સમાવિષ્ઠ તમામ ૧૪ ગામો ની જોખમી સગર્ભા બહેનો ને સરકારી એમ્બ્યુલન્સ માં ભીંગરાડ ખાતે લઇ જઇ નિષ્ણાત તબીબો દ્વારા તબીબી તપાસ કરી, લેબ ઇન્વેસ્ટિગેશન અને જરૂરિયાત વાળા બહેનો ને આયર્ન સુક્રોઝ ના ડોઝ આપેલ હતા. આ કેમ્પ માં ગાયનેકોલોજીસ્ટ ડો. કેવલ પંડ્યા, ડો. સાગર પરવડિયા, ડો. મુકેશ સીંગ દ્વારા સગર્ભા બહેનો ની તપાસ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, તમામ સગર્ભા બહેનો ની સોનોગ્રાફી તપાસ પણ આરોગ્ય કેન્દ્ર દ્વારા ગાયનેકોલોજિસ્ટ પાસે વિનામૂલ્યે કરવા માં આવે છે. ઉપરાંત, "રક્તદાન એ મહાદાન' ઉકિત ને સાર્થક કરતા શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી ના સહયોગ થી અહીં મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં ભિંગરાડ અને આસપાસના ગામો માંથી રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં ભાગ લઈ ૩૦ યુનિટ રક્તદાન કરી અનેક લોકો ની જીંદગી બચાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. આ કેમ્પ ને સફળ બનાવવા ડો. હરિવદન પરમાર, ધર્મેશ વાળા, વિશાલ વસાવડા, ઉર્વશી ઉપાધ્યાય, નેહલ મકવાણા, નિશા રાઠવા, કોકિલા રાઠોડ અને તમામ આશા દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી. તેમજ આવનારા સમય માં પણ આવી રીતે વિવિધ આરોગ્ય લક્ષી કેમ્પ નું આયોજન કરેલ હોય વધુ માં વધુ લોકો તેમાં ભાગ લે તેવી ડો. સાગર પરવડીયા એ અપીલ કરી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.