જસદણના પાટડીયા સહ પરિવારએ વધું એક સેવા આપી પૂણ્યનું ભાથું બાંધ્યું - At This Time

જસદણના પાટડીયા સહ પરિવારએ વધું એક સેવા આપી પૂણ્યનું ભાથું બાંધ્યું


જસદણના પાટડીયા સહ પરિવારએ વધું એક સેવા આપી પૂણ્યનું ભાથું બાંધ્યું

જસદણમાં નધણીયાત ઢોરમાં લમ્પી વાયરસના પગલે શહેરના ઉદ્યોગપતિ પાટડીયા સહ પરિવારે જરુરી દવા નાખી હજજારો લાડવા બનાવી રખડતાં ભટકતાં માલિક વગરના ઢોરોને નીરી ને એક ખરાં અર્થમાં પૂણ્યનું ભાથું બાંધ્યું હતું આ અંગે શહેરના યુવા સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા એ એક યાદીમાં જણાવ્યું હતું કે હાલ ઢોરોમાં લમ્પી રોગચાળાએ ખેડુતો અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રખડતાં ઢોરનું કોણ? પણ તેમની વેદના શહેરના ઉદ્યોગપતિ પાટડીયા પરિવારના સભ્યો અરવિંદભાઈ, મિતુલભાઈ, ચંદ્રેશભાઈ, હિતેશભાઈએ સાંભળી તાત્કાલિક ધોરણે તેમણે સેવાભાવીઓ અને પશુ ચિકિત્સકની મદદથી હીરપરા પરિવાર સમાજની વાડી ખાતે હજજરો લાડુ બનાવી રઝળતાં ઢોરને ખવડાવી આ પરીવારે વધું એક પૂણ્યનું ભાથું બાંધ્યું હતું હરિભાઈ પટેલએ વધુમાં જણાવ્યું હતું કે આ પાટડીયા પરિવારનું વર્ષોથી જસદણ શહેરમાં મુંગા મોઢે પોતાનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે દરેક સદ્દકાર્યોમાં મોખરે હોય છે ત્યારે કોઈપણ ઢોલ વગાડ્યા બુંગિયા ફૂક્યાં વગર ઢોરોને લાડું નીરી એમણે તેમની યશ કલગીમાં એક વધું પીંછું ઉમેર્યું હતું.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.