રાજકોટમાં શિક્ષણ સમિતિમાં ફરી નવા 15 સભ્યની પસંદગી, ચેરમેન પદ માટે વિક્રમ પુજારાનું નામ મોખરે
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બદલાતાની સાથે જ સૌપ્રથમ પ્રદેશ મવડી મંડળ દ્વારા તાજેતરમાં જ વિખેરાયેલી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો અને સરકાર નિયુક્ત 3 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. આગામી એક જૂન એટલે કે આવતીકાલે ફોર્મ ભરી બાદમાં 19 જૂનના રોજ સત્તાવાર રીતે સર્વાનુમતે બિનહરિફ રીતે આ સભ્યોની નિમણુંક કરવામાં આવે તેવી પૂરી પૂરી શક્યતાઓ સેવાઇ રહી છે. ચેરમેન પદ માટે વિક્રમ પુજારાનું નામ મોખરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.