સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનનાં 5 વિદ્યાર્થીઓ GSLETની પરીક્ષામાં ઉતીર્ણ, મોટાભાગના છાત્રો પીએચડી કરી રહ્યા છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ફિઝિક્સ ભવન સંશોધન ક્ષેત્રે માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં પ્રચલિત છે. ત્યારે તાજેતરમાં એમ.એસ યુનિવર્સિટી- વડોદરા મારફત લેવાતી યુજીસી એપ્રુવડ GSLET (ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ) પરીક્ષા કે જે કોલેજ તેમજ યુનિવર્સિટીમાં અધ્યાપક થવા માટે જરૂરી છે તે યુજીસી રેગ્યુલેશન 2009, 2016 અને 2022 મુજબ દર વર્ષે ગુજરાત રાજ્યમાં યોજાય છે. તેમાં હજારોની સંખ્યામાં છાત્રો પરીક્ષા આપે છે અને દેશની ટોપમોસ્ટ પરીક્ષામાં જેની ગણતરી થાય છે. આ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિ. ના ફિઝિક્સ ભવનના 5થી વધુ છાત્રોએ પાસ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.