દિવાળીએ નમૂના લીધા, રિપોર્ટ હોળી પછી આવ્યો કે, તે મુખવાસ ખાવા લાયક ન હતો - At This Time

દિવાળીએ નમૂના લીધા, રિપોર્ટ હોળી પછી આવ્યો કે, તે મુખવાસ ખાવા લાયક ન હતો


ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અણઆવડતને કારણે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં કરોડોનો વેપાર થઈ જાય છે

રાજકોટ શહેરમાં દિવાળીએ પ્રકાશ સ્ટોર્સ અને અમૃત મુખવાસમાંથી અલગ અલગ મુખવાસના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાં ઈ-50માં શ્રીરામ માર્કેટિંગમાંથી આઈશ્રી સોનલ બ્રાન્ડ સિંગતેલના નમૂના લેવાયા હતા અને ગીતગુર્જરી સોસાયટીમાં આવેલી ગાયત્રી ડેરીમાંથી કેસર શિખંડના નમૂના લેવાયા હતા. મુખવાસ અને શિખંડમાં સિન્થેટિક કલરની હાજરી અને તેલમાં આયોડિનનું પ્રમાણ વધુ રહેતા નીચી ગુણવત્તાનું સાબિત થયું છે જેથી આ તમામના રિપોર્ટ હવે છેક આવ્યા છે જેમાં બધા જ સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે. પણ ગંભીર બાબત એ છે કે, રિપોર્ટ આવતા આવતા ચાર મહિના વીતી ગયા છે. આ સમયમાં બધા ભેળસેળિયાઓએ અનેકગણી કમાણી કરી લીધી છે. હવે અધિક કલેક્ટરની કોર્ટમાં આ રિપોર્ટ અંગે કાર્યવાહી હાથ ધરાશે અને નિર્ણય આવતા આવતા બીજી દિવાળી આવી જશે આ રીતે દરેક તહેવાર ભેળસેળિયાઓ માટે ઉજવણી સમાન થતા જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.