ખેડબ્રહ્માના દિધીયા ખાતે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો* - At This Time

ખેડબ્રહ્માના દિધીયા ખાતે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો*


*ખેડબ્રહ્માના દિધીયા ખાતે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો*
****
સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ ધ્વારા ખેડબ્રહ્મા તાલુકાના દિધીયા ગામે સંત શ્રી કબીર મહારાજના મંદિરમાં પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં શ્રી વી.કે.પટેલ,પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા અને નાયબ ખેતી નિયામકશ્રી(તાલીમ),ખેડૂત તાલીમ કેન્દ્ર,ખેડબ્રહ્મા ધ્વારા ઉપસ્થિત રહેલ ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી આજના સમયની જરૂરીયાત વિષય ઉપર ખુબ જ ઉંડાણપુર્વકની માહિતી પુરી પાડી હતી.
હાજર ખેડૂતોએ પોતાના જમીનના નાના એવા ભાગથી પોતાના ઘર પુરતી શાકભાજી અને ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો. .
મુખ્ય વૈજ્ઞાનિકશ્રી જે.જે.મિસ્ત્રીએ પ્રાકૃતિક ખેતીની માનવ જીવનમાં અગત્યતા અને દેશી ગાયથી ખેતી અને માનવ સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદાઓ વિશે ખેડૂતોને માહિતી આપી હતી. શ્રી એમ.ડી.પટેલ,ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર,આત્મા, સાબરકાંઠા ધ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચે આયામો અને પંચસ્તરીય મોડલ ફાર્મ વિષેની માહિતી પુરી પાડી હતી.શ્રી અલ્પેશભાઇ પટેલ, પ્રાકૃતિક ખેતીના પ્રગતિશીલ ખેડૂત, લક્ષ્મીપુરા ધ્વારા પોતાની ખેતીના અનુભવો ખેડૂત ભાઈ-બહેનો સમક્ષ રજુ કર્યા હતા.
આ તાલીમમાં ગામના તેમજ આજુ બાજુના વિસ્તારના ખેડૂત ભાઈ બહેનોએ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.