ચેક રિટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની જેલની સજા તથા રૂપિયા 500000/- (પાંચ લાખ) નો દંડ ફટકારતી વિસાવદર કોર્ - At This Time

ચેક રિટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની જેલની સજા તથા રૂપિયા 500000/- (પાંચ લાખ) નો દંડ ફટકારતી વિસાવદર કોર્


ચેક રિટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની જેલની સજા તથા રૂપિયા 500000/- (પાંચ લાખ) નો દંડ ફટકારતી વિસાવદર કોર્ટનામદાર વિસાવદર કોર્ટે દ્વારા ફોજદારી કેસ નં.276/19 ના કામે ચેક રિટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની જેલની સજા તથા ચેકની રકમનો બમણો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે..કોર્ટના આ હુકમથી સમગ્ર પંથકમાં ચેક આપનાર આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.આ સમગ્ર કેસની હકીકત એવી છે કે વિસાવદર ના રહેવાસી ચિંતનભાઈ હેમંતભાઈ કારીયા એ આ ગુનાના આરોપી વિજયભાઈ ચંપકભાઈ રાણા રહે.વ્યારા તા.જી.તાપી વાળા ને મિત્રતા ના નાતે રૂપિયા 250000 (બે લાખ પચાસ હજાર) ત્રણ- ચાર માસ માટે હાથ ઉછીના આપેલ હતા અને ચારેક માસ પૂરા થતાં ફરિયાદી ચિંતનભાઈ એ આ રકમ ની માંગણી કરતા આરોપી વિજયભાઈ એ આ રકમ ની ચુકવણી કરવા માટે રૂપિયા 250000/-(બે લાખ પચાસ હજાર) નો ચેક આપેલ હતો, ફરિયાદી એ ચેક ની તારીખે આ ચેક બેંકમાં વટાવવા નાખતા આરોપીના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી આ ચેક "અનસફીન્સિયન્ટ બેલેન્સ"અને "ડીફર સિગ્નનેચર" ના શેરા સાથે ચેક રિટર્ન થયો હતો.ચેક રિટર્ન થતા ફરિયાદીએ એડવોકેટ શ્રીનિતેશભાઈ દવે મારફત આરોપીને કાનૂની નોટીસ આપી હતી.આ લીગલ નોટિસ આરોપીને મળી જવા છતાં પણ આરોપી તરફથી ફરિયાદીને ચેક વાળી રકમ ન ચૂકવવામાં આવતા અને ફોન સ્વીચ ઓફ કરી દેતા ફરિયાદીએ પોતાના એડવોકેટ નિતેશભાઇ આર. દવે મારફત વિસાવદર કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી.અને આ સમગ્ર કેસ વિસાવદર કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ શ્રી નિતેશભાઈ દવે એ નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ ની કલમ 138 ની વિવિધ જોગવાઈ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટ ના વિવિધ ચુકાદોઓ ટાંકી ને કાયદાકીય વિસ્તૃત દલીલો કરતા નામદાર વિસાવદર કોર્ટ ના પ્રિન્સિપલ સિવિલ જજશ્રી એસ.એસ.ત્રિવેદીસાહેબ દ્વારા આરોપી "વિજયભાઈ ચંપકભાઈ રાણા" રહે.વ્યારા તા.જી.તાપી વાળાને બે વર્ષની જેલની સજા તથા રૂપિયા 500000/- (રૂ.પાંચ લાખ) નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ હતો.
કોર્ટના આ હુકમથી સમગ્ર વિસાવદર પંથક માં ફફડાટ ફેલાયો છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.