શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય માં ફેરવેલ પાર્ટી એટલે કે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું - At This Time

શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય માં ફેરવેલ પાર્ટી એટલે કે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું


શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય માં તારીખ 03.04 2024 ના ફેરવેલ પાર્ટી એટલે કે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ટ્રસ્ટી શ્રી ભારતીબેન તથા કેમ્પસ ડાયરેક્ટર મયુર સિંહ રાજપુત તથા શાળાના આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલ અને શિક્ષક રીન્કલબેન તથા સમગ્ર સ્ટાફ એ યોગદાન આપ્યું હતું, વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રસ્ટી શ્રી ભારતીબેન નું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પુષ્પગુચ્છ આપવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ દ્વારા ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીઓ દ્વારા તેમના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓ દ્વારા પરીક્ષા બાબતે નાટક રજૂ કરવામાં આવેલ હતું અને ધોરણ 10 તથા ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભારતીબેન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને મેમ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થીઓને ભેટ પણ આપવામાં આવેલ હતી. વિવિધ રમતો તથા ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારબાદ કાર્યક્રમની આભારવિધિ મયુર સિંહ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર સ્ટાફ વતી અલ્પાહાર નું આયોજન કરવામાં આવેલ હતું. વિદ્યાર્થીનીઓ માં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image