મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો સંવેદન ગૃપ દ્વારા ૧૦૧ મું ચક્ષુદાન લેવાયું
"મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો"
સંવેદન ગૃપ દ્વારા ૧૦૧ મું ચક્ષુદાન લેવાયું
અમરેલી મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો સંવેદન ગૃપ દ્વારા ૧૦૧મું ચક્ષુદાન લેવાયું
ચલાલાના વતની અને અમરેલીના ચિતલ રોડે આવકાર બંગ્લોઝમાં વસતાં, નૂતન હાઈસ્કૂલના રિટાયર્ડ શિક્ષક, જે નિવૃત્તિ બાદ પણ વિદ્યાર્થીઓને ફ્રી ટ્યુશન આપતાં સેવાભાવી સારસ્વત તરૂણકાંત ગુલાબચંદ માંડલિયા (ઉં.વ.૭૧)નું તા.૦૧-૦૫-૨૦૨૪ બુધવારના રોજ અવસાન થતાં તેમનાં પૂત્ર હિતેશભાઈ માંડલિયા દ્વારા ચક્ષુદાનનો નિર્ણય કરવામાં આવ્યો, આ માટે તેમણે ડૉ. એસ.આર. દવે સાહેબના માધ્યમથી ચક્ષુદાન ક્ષેત્રે સેવારત સંસ્થા સંવેદન ગૃપના સંયોજક વિપુલભાઈ ભટ્ટીનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના ટ્રસ્ટી દિપકભાઈ મહેતા તથા ધર્મેન્દ્ર લલાડિયા સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસે સેવા આપી હતી, માંડલિયા પરિવારે કરેલ યોગ્ય નિર્ણય બે અંધજનોના જીવનમાં રોશની લાવશે તેમજ મૃત્યુ બાદ નેત્રદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે તેમ સંસ્થાના મંત્રી મેહુલભાઈ વાઝાએ જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.