શ્રી કાળી તલાવડી ગામે ૭૪મો ગણતંત્ર દિવસ ધામે ઘૂમે ઉજવ્યો હતો
ભુજ : શ્રી કાળી તલાવડી કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાના સયુંકત આ કાર્યક્રમની ઉજવણીમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા.
આ પ્રસંગે ગામની દીકરી સોનલ રાણાભાઇ ડાંગર દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો સાથે ગામના અગ્રણી એવા ચાવડા ધનાભાઈ( ગામના ભૂતપૂર્વ સરપંચ, હાલમાં તાલુકા પંચાયત સદસ્ય) બંને શાળાના એસએમસી સભ્યો તથા નાના મોટા સૌ અબાલ વૃદ્ધ સાથે મોટું માનવ મહેરામણ ઉપસ્થિત થયું હતું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી રવિલાલભાઈ મારવાડાએ કર્યું હતું. કાર્યક્રમની સંપૂર્ણ ફોટોગ્રાફી આફિન સાહેબે સંભાળી હતી. આ કાર્યક્રમમાં 16 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં કન્યા શાળા ની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કુમાર શાળાના દીકરાઓએ રાસ ગરબા તથા પિરામિડની રજૂઆત કરી હતી.
શાળાના વિદ્યાર્થી ચાવડા શ્યામે કરેલું એક પાત્ર અભિનય સવિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેની સ્ક્રીપ્ટ શાળાના શિક્ષક ઉમંગભાઇ મકવાણા બનાવી હતી. રબારી રબારી પબાએ ભગતસિંહ નુ પાત્ર ભજવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રી કન્યાશાળની દીકરી સાનિયા ગગડાએ અંગ્રેજી ભાષામાં પોતાનો વક્તવ્ય આપ્યું હતું .કુમાર શાળા ના આચાર્ય શ્રી રોઝીનાબેન ખોજાએ શાળાએ મેળવેલ આગલા વર્ષે સિદ્ધિઓ અને આવનારા લક્ષ્યાંકો વિશે લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કન્યાશાળા ના આચાર્ય શ્રી જતીનભાઈ પટેલે શાળાએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને ભવિષ્યના કાર્ય વિશે ચર્ચા કરી હતી. કન્યાશાળા ની દીકરી દ્વારા સોલો પરફોર્મન્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનો અંત કરવામાં આવ્યો હતો. શ્રી હીરાભાઈ ડાંગર દ્વારા શાળાના તમામ બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ છુટા પડ્યા હતા
રિપોર્ટ :પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.