લાલુ પ્રસાદ યાદવને CBI કોર્ટની મોટી રાહત, સારવાર માટે જઇ શકશે સિંગાપુર
નવી દિલ્હી, તા. 2 ઓગસ્ટ 2022, મંગળવાર પટના હાઈકોર્ટે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત આપી છે. હવે તે પોતાની સારવાર માટે સિંગાપુર જઈ શકે છે. સીબીઆઈ કોર્ટે તેમને સિંગાપોર જવા માટે પાસપોર્ટ રિન્યુ કરવાની મંજૂરી આપી છે.લાલુ પ્રસાદ યાદવ છેલ્લા એક વર્ષથી સિંગાપોરના એક ડોક્ટરના સંપર્કમાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ એવી ચર્ચા હતી કે તે, સિંગાપોરમાં પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે. લાલુ ઘણી બીમારીઓથી પીડિત છે, જેમાં તેમને સૌથી મોટી સમસ્યા ટાઈપ-2 ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. તેમની સારવાર કરનારા બંને વરિષ્ઠ ડૉક્ટરોના જણાવ્યા અનુસાર લાલુ પ્રસાદ 15 રોગોથી પીડિત છે. તેમાંથી સૌથી મોટી ચિંતા ડાયાબિટીસ છે, જે સંપૂર્ણપણે ઇન્સ્યુલિન પર આધારિત છે.CBI કોર્ટના વિશેષ ન્યાયાધીશ મહેશ કુમારે લાલુ યાદવના વકીલ સુધીર કુમાર સિંહાની અરજી પર આ મંજૂરી આપી છે. તેમણે લાલુ યાદવનો પાસપોર્ટ રિન્યુ કરાવવાની પરવાનગી માટે કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા 14 જૂનના રોજ લાલુ યાદવને રાંચીની સીબીઆઈ કોર્ટમાંથી વિદેશ જવાની પરવાનગી મળી હતી.લાલુ પ્રસાદ યાદવ હાલના દિવસોમાં ખૂબ જ બીમાર છે. તેમને ડાયાબિટીસની સાથે કિડનીની સમસ્યા હતી. 3 જુલાઈના રોજ લાલુ યાદવ પટનામાં રાબડી દેવીના ઘરે સીડી પરથી પડી ગયા હતા. આ પછી તેને 4 જુલાઈની સવારે પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેમની તબિયતમાં થોડો સુધારો થયો ત્યારે તેમને 7 જુલાઈના રોજ દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી સ્વસ્થ થયા બાદ તેઓ દિલ્હીમાં તેમની પુત્રી મીસા ભારતીના ઘરે રહે છે.લાલુ યાદવ જામીન પર બહારઆરજેડી વડા લાલુ પ્રસાદને ઘાસ ચારા કૌભાંડના પાંચ અલગ-અલગ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે સજા સંભળાવી હતી. લાલુ યાદવની સજા અડધી પૂરી થતા, તેમની તબિયતના કારણો અને તેમની વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ તમામ કેસમાં જામીન મંજૂર કર્યા હતા. હાલમાં લાલુ પ્રસાદ જામીન પર બહાર છે.અત્યારે લાલુ પ્રસાદ જામીન પર બહાર છે, જો કે ઘાસચારા કૌભાંડનો કેસ પટનાની વિશેષ અદાલતમાં પેન્ડિંગ છે, જેમાં લાલુ પણ આરોપી છે. આવી સ્થિતિમાં કોર્ટે આ કેસમાં ફરિયાદ પક્ષની જુબાની માટે આગામી તારીખ 10 ઓગસ્ટ 2022 નક્કી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.