રૈયાધારમાં ઝઘડો કરી રહેલા શખ્સોને સમજાવવા જતાં પિતા – પુત્રો પર હૂમલો
રૈયાધારમાં ઝઘડો કરી રહેલા શખ્સોને સમજાવવા જતાં પિતા - પુત્રો પર હૂમલોશહેરના રૈયાધાર મફતિયાપરામાં ઝગડો કરી રહેલાં બે શખ્સોને સમજાવા જતા વચ્ચે પડેલા પિતા પુત્ર પર છરી વડે હૂમલો થતા ઇજા પહોંચી હતી. બાદ તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
બનાવની વિગત મુજબ ગઈ કાલ રાત્રીના રૈયાધાર મફતિયાપરામાં લાલો અને હાંડો કોઈ કારણોસર ઝઘડો કરતા હોય ત્યારે અહીં જ રહેતાં મગનભાઈ હીરાભાઈ સરવૈયા (ઉ.વ.51) ત્યાં સમજાવા જતાં બંને શખ્સોએ મગનભાઈ પર છરી વડે હૂમલો કરતાં, મગનભાઈના પુત્ર દિવ્યેશ (ઉ.વ.21), અને રોનક (ઉ.વ.19) તેમનાં પિતાને બચાવવા જતાં તે બંનેને પણ ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત પિતા - પુત્રોને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિવ્યેશ અને રોનક ટી એન. રાવ કોલેજમાં બીસીએનો અભ્યાસ કરે છે. તેના પિતા કડીયા કામ કરે છે. બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં તુરંત દોડી ગઈ હતી. અને જરૂરી કાર્યવાહી કરી હતી. ઇજાગ્રસ્તોના આક્ષેપ મુજબ હુમલો કરનાર બંન્ને શખ્સ કુખ્યાત આરોપી છે. અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.