ખાંડીયા દાણ ફેક્ટરી પાસે બે બસ વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો.
શહેરા તાલુકાના ખાંડીયા નજીક આવેલ દાણ ફેક્ટરી પાસે બે બસ વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો ગોધરાથી લુણાવાડા તરફ જઈ રહી ત્યારે ખંડિયા ગામે આવેલ દાણ ફેક્ટરીમાં અંદર થી જઈ રહેલ કન્ટેનર ચાલકે હાથ કરી બસને થોભવા સૂચન કરવામાં આવ્યું હતું જેના કારણે ગોધરા લુણાવાડા બસ ચાલકે બસ ઉભી રાખતા પાછળ આવી રહેલ ઓલપાડ સુરત એક્સપ્રેસ બસ ચલાક દ્વારા અચાનક ઉભી રહેલ બસના પાછળના ભાગે અથડાતા અસ્માત સર્જાયો હતો.આ ઘટનાની જાણ થતાં આજુબાજુના સ્થાનિક લોક દોડી આવ્યા હતા ટોળું ઉમટી પડ્યું હતું તેમજ ૧૦૮ ને જાણ કરતા તાત્કાલિક ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પેસેન્જરોને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તેમજ શહેરા પોલીસ મથકે જાણ કરતા શહેરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી સમગ્ર ઘટનાની વિગત મેળવી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવા આવી હતી.
ગોધરા લુણાવાડા બસમાં સીટેડ પેસેન્જર હતા જેમાં ૭ થી ૮ પેસેન્જરને વધુ ઈજાઓ થવા પામી હતી તેમજ અન્ય પેસેન્જર ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઓલપાડ બસમાં બસ ચાલક સહીત અન્ય પેસેન્જરોને ઈજાઓ પહુંચી હતી.
સમગ્ર ઘટના અંગે સ્થાનિકો દ્વારા જણાવ્યું કે અહીં દાણ ફેક્ટરીમાં આવવા જવા માટે મોટા મોટા કન્ટેનર તેમજ ટ્રકની અવર જવર કરતી હોવાથી અવાર નવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે કારણ કે આ હાલોલ શામળાજી મુખ્ય હાઈવે માર્ગ હોવાથી અહીં વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં હોય છે ખંડિયા ગામે આવેલ દાણ ફેક્ટરી આ હાઈવે માર્ગને અડીને આવેલી હોવાથી ફેક્ટરીની અંદર અવર જવર કરતા વાહન ચાલકોને પણ અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.