બિહારનો ધનકુબેર ભ્રષ્ટચારી એન્જિનિયર: ઘરમાંથી 5 કરોડ રોકડા મળ્યા
પટના, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર બિહારના ગ્રામીણ બાંધકામ વિભાગમાં તૈનાત એક એન્જિનિયરના ઘરેથી કરોડોની રોકડ મળી આવી છે. વિજિલન્સ ટીમે શનિવારે કિશનગંજ અને પટનામાં એન્જિનિયર સંજય કુમાર રાયના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેના ઘરમાંથી લગભગ 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત ઘરેણાં અને અન્ય કિંમતી સામાન પણ મોટી માત્રામાં મળી આવે તેવી શક્યતા છે. હાલમાં બિહારના ભ્રષ્ટચારી એન્જિનિયરના તમામ ઘરોની તાપસ સાથે નોટોની ગણતરી ચાલુ છે. તપાસમાં જણાવા મળ્યું છે કે, જ્યારે ટીમ દરોડા પાડવા કિશનગંજ પહોંચી ત્યારે ખબર પડી હતી કે, ભ્રષ્ટ એન્જિનિયર પોતાના જુનિયર એન્જિનિયર અને કેશિયર પાસે લાંચના પૈસા રાખે છે. ત્યાર બાદ વિજિલન્સ ટીમે તમામ લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. વિજિલન્સ તપાસમાં ભ્રષ્ટચારી એન્જિનિયર સંજય રાયના ઘરેથી વધુ માત્રામાં સંપત્તિ મળાતા કેસ નોંધ્યો છે. શનિવારે કિશનગંજ અને પટનાના દાનાપુર સ્થિત તેના બે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સંજય રાય કિશનગંજ વિભાગમાં તૈનાત છે. વિજિલન્સ ટીમના અધિકારીઓ તેના ઘરેથી મોટી માત્રામાં સંપત્તિ અને નોટો જોઈને ચોંકી ઉઠ્યા હતા. હાલમાં જપ્ત કરેલી નોટોની રકમ લગભગ 5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.