બસ ઓછી ને મુસાફરો જાજા અમદાવાદ થી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર થી અમદાવાદ રોજીંદા મુસાફરી કરનાર થઈ રહ્યા છે હેરાન પરેશાન કલાકો સુધી જોવી પડે છે રહા અમદાવાદ થી સુરેન્દ્રનગર અવર જવર માટે - At This Time

બસ ઓછી ને મુસાફરો જાજા અમદાવાદ થી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર થી અમદાવાદ રોજીંદા મુસાફરી કરનાર થઈ રહ્યા છે હેરાન પરેશાન કલાકો સુધી જોવી પડે છે રહા અમદાવાદ થી સુરેન્દ્રનગર અવર જવર માટે


તા:-૦૬/૦૩/૨૦૨૩
અમદાવાદ

સુરેન્દ્રનગર થી અમદાવાદ અવર જવર કરતા રોજિંદા મુસાફરો અનિયમિત બસ હોવાથી ભારે હાલાકી ભોગવી પડે છે સુરેન્દ્રનગર જે બસ આવે તેજ બસ પાછી સુરેન્દ્રનગર જવા માટે મુકાઈ છે અમદાવાદ GSRTC વિભાગ દ્વારા કોઈ વધારા ની બસ સેવા મુકવામાં આવતી નથી અમદાવાદ ગીતા મંદિર અને રાણીપ gsrtc ડેપો ના સંચાલકો દ્વારા ઉડાવ જવાબ મળે છે રિઝર્વેશન કર્યા છતાં બસ માં નથી મળતી જગ્યા જે નથી મળતી સમય સર બસ ST નિગમ ખોટ માં જાય એનું કારણ ST નિગમ પોતે જ છે રોજ અમદાવાદ થી રાજકોટ માટે રોજ ની ઓછામાં ઓછી 50 જેટલા પ્રાઇવેટ વાહનો પેસેન્જરો ને લઈ જતા હોય છે જોકે ST બસ નો કોઈ ટાઈમ ટેબલ નો હોઈ તો એમાં મુસાફરો નો પણ સુ વાંક

વાત છે સુરેન્દ્રનગર જિલ્લાની જ્યાં રાજકોટ અને અમદાવાદ કિલોમીટર ની દષ્ટિએ સરખા છે બસ ભાડા માં પણ સરખા છે રાજકોટ માટે સુરેન્દ્રનગર થી કેટલીય બસ મળી શકે છે લોકલ ને એક્સપ્રેસ અને અમદાવાદ આવવા માટે મર્યાદિત બસ અને મર્યાદિત સમય

સુરેન્દ્રનગર થી અમદાવાદ અવર જવર કરવા માટે લોકો ને એક કલાક થી પણ વધુ સમય ની જોવી પડે છે રાહ સુરેન્દ્રનગર જે બસ આવે તે જ બસ ને રિટર્ન મોકલવામાં આવે છે જેથી બસ નો કોઈ ટાઈમ ટેબલ ફિકસ નથી જેથી સાંજ ના સમય અમદાવાદ થી સુરેન્દ્રનગર આવવા વાળા મુસાફરો ને ખૂબ હાલાકી ભોગવી પડે છે ઉપરાંત સુરેન્દ્રનગર થી અમદાવાદ આવવા માટે પણ ફિક્સ બસ અને ફિક્સ ટાઈમ છે જેથી સુરેન્દ્રનગર થી અમદાવાદ આવવા માટે પણ મુસાફરો ને હાલાકી ભોગવી પડે છે

સુરેન્દ્રનગર થી અમદાવાદ જવા માટે સાંજે 7.30 પછી કોઈ અન્ય વાહનવ્યવહાર નથી મળતું જેના કારણે સુરેન્દ્રનગર થી અમદાવાદ અવર જવર કરતા મુસાફરો ને ખૂબ હાલાકી ભોગવી પડે છે આજે તા:-05/03/2023 ના રોજ સુરેન્દ્રનગર થી અમદાવાદ ની છેલ્લી બસ સાંજે 7:30 વાગે ઉપડે એમાં પણ લગભગ બધા રિઝર્વેશન કરે છે અને 56 સીટ બુક થઈ હતી એ સિવાય બીજા અંદાજીત 25 થી 35 જેટલા પેસેન્જરો આ બસ માં ચઢિયા હતા અવોરલોડ આ બસ ને નોકરે નારાયણ ને કઈ થાય તો મુસાફરો નું સુ? એમની જિંદગી નું સુ? સુરેન્દ્રનગર એરપોર્ટ જેવું ડેપો માંથી અમદાવાદ જવા માટે 7:30 વાગ્યા ની આ છેલ્લી બસ હોવાથી અમદાવાદ આવવાવાળા બધા મુસાફરો આ બસ ની જ આશા એ હોઈ છે અને એ પણ જેને ખબર છે કે આ બસ માં જગ્યા નહિ મળે એટલે એડવાન્સ બુકિંગ કરે છે પણ જેને નથી ખબર એ ક્યાં જશે અમદાવાદ આવવા માટે બીજી કોઈ અન્ય બસ સેવા નથી જેથી મુસાફરો દ્વારા સુરેન્દ્રનગર એસ ટી બસ સંચાલકો અને રાજકોટ ડિવિઝન વિભાગ ના અધિકારીઓ ને જાણસરુ કે સુરેન્દ્રનગર થી અમદાવાદ માટે વધુ બસ સેવા શરૂ કરશો અમદાવાદ થી સુરેન્દ્રનગર રોજ મુસાફરી કરનાર કેટલાય લોકો છે જેથી રાજકોટ GSRTC ડિવિઝન ના અધિકારીઓ ને જણાવવાનું કે વધુ બસ ની સેવા ચાલુ કરે જેથી સુરેન્દ્રનગર જિલ્લા થી અમદાવાદ જિલ્લા માં રોજિંદા મુસાફરો ને થોડી રાહત મળે ઉપરાંત અમદાવાદ થી પણ સુરેન્દ્રનગર આવવા માટે બપોર પછી બસ નો કોઈ ટાઈમ ટેબલ રેગ્યુલર નથી જેથી અમદાવાદ થી સુરેન્દ્રનગર અવર જવર કરનાર રોજિંદા મુસાફરો ને પણ 1 કલાક થી વધુ સમય ની રાહ જોવી પડે છે એડવાન્સ બુકિંગ કરાવ્યા છતાં ST બસ ની માટે અમદાવાદ GSRTC ના અધિકારીઓ ને ખાસ વિનંતી કે સુરેન્દ્રનગર જિલ્લા માટે અમદાવાદ ગીતા મંદિર ડેપો થી વધુ બસ સેવા શરૂ કરે એવી લોક માંગ ઉઠી છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.