હવે તો શરમ કરો: ખેડૂતોની માતૃસંસ્થા માર્કેટિંગ યાર્ડ વિસાવદરને લૂટવાનુ બંધ કરોશુ ફરી કૌભાંડીને સતા સોંપી ખેડૂતોની માતૃ સંસ્થા વિસાવદર માર્કેટિંગયાર્ડનું નિકંદન કઢાશે
હવે તો શરમ કરો: ખેડૂતોની માતૃસંસ્થા માર્કેટિંગ યાર્ડ વિસાવદરને લૂટવાનુ બંધ કરોશુ ફરી કૌભાંડીને સતા સોંપી ખેડૂતોની માતૃ સંસ્થા વિસાવદર માર્કેટિંગયાર્ડનું નિકંદન કઢાશે.સ્વ.કેશુભાઈ પટેલ માજી મુખ્યમંત્રી સાથે જોડાયેલ નામમાં જ ભાજપને વાંધો હોય તે રીતે આ સંસ્થામાં સતાધારી ભાજપ પક્ષ દ્વારા સતત ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને ભાજપના મળતીયા સતાધીશો દ્વારા ભૂતકાળમાં પણ આશરે સવા કરોડ જેવું મગફળી કૌભાંડ કરેલ અને મુખ્ય કૌભાંડીને જિલ્લા ભાજપના એક આગેવાન દ્વારા બચાવવા મરણીયા પ્રયાસો કરવામાં આવેલ ત્યારે સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર દ્વારા ફરી સતા મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભાજપ નો રિપીટ થિયરી માત્ર બોલવા માટે અને અમુક ચોક્કસ વ્યક્તિઓને હટાવવા માટે જ હોય તે રીતે વિસાવદર માં ચાલી રહ્યું છે આ કૌભાંડી સામે વિસાવદર, જુનાગઢ તથા હાઇકોર્ટમાં સોગંદનામું કરનાર પોલીસ અધિકારી ઓ આ કૌભાંડમાં મુખ્ય આરોપી હોવાની હકીકત જણાવતા હતા તેજ અધિકારી દ્વારા આ આરોપીની ગુનામાં સંડોવણી નહિ હોવાની રજુઆત કરતા કાનૂની જંગ પેન્ડિંગ છે આવા સમયે ફરી એક તક કૌભાંડીને આપવા કમરકસતી ભાજપને ફરી આ તાલુકામાં જાકારો મળશે તેવું લોકમુખે ચર્ચાઈ રહીયુ છે
રિપોર્ટ મુકેશ રીબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.