જસદણના ડાયમંડ ઉધોગપતિ પી,વી ભાયાણીની સુપુત્રીના લગ્ન પ્રસંગે મંત્રી બાવળીયા, ભાયાણી, છાયાણી, ચોહલીયા, રૉકડ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તેમજ ડાયમંડ ઉધોગપતિ પી,વી ભાયાણી ની સુપુત્રીના લગ્ન પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા તેમજ અનેક અગ્રણી ઉધોગપતિઓ રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. એસ ડાયમંડ ના માલિક જસાપર નિવાસી અ સૌ પારૂલબેન તથા પ્રવીણભાઈ વલ્લભભાઈ ભાયાણી ની લાડકવાઈ સુપુત્રી ચિ ભૂમિ ના શુભ લગ્ન મેઘા પીપળીયા નિવાસી અ સૌ રેખાબેન તથા મનસુખભાઈ હરિભાઈ બોરડના સુપુત્ર ચિ રવિ સંગાથે યોજાયેલ હતા. આટકોટ રોડ સૉલીટર સોસાયટી ખાતે યોજાયેલ આ લગ્ન પ્રસંગમાં જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ હાજર રહી આશીર્વાદ પાઠવ્યા હતા. તેમની સાથે ડાયમંડ ઉધોગપતિ રૂડાભાઈ પટેલ, ડાયમંડ ઉધોગપતિ ભુપતભાઈ ભાયાણી, પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી, જસદણ પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને એપીએમસીના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા, તાલુકા ભાજપના પ્રમુખ ચંકીતભાઈ રામાણી, પૂર્વ નગર સેવક મીઠાભાઈ છાયાણી, નાના માણસના મોટા નેતા ભીખાભાઈ રોકડ, સેવાભાવી ગોપીભાઈ ભલછૉડ સહિતના આગેવાનો એ હાજરી આપી હતી અને સૌઍ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
