અરવલ્લી શાળા પ્રવેશોત્સવનો પ્રથમ દિવસ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર યોજાયો.
જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષતામાં પ્રાથમિક શાળા,લીંભોઈ ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો,કલેકટરશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા.
જિલ્લામાં ત્રણ દિવસના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લાના પ્રાથમિક વિભાગમાં 1197 અને મા અને ઉચ્ચતર માધ્યમિકની 272 શાળામાં પ્રવેશોત્સવ યોજાશે.
શિક્ષણ બાળકોના જીવનનો પાયો છે.જેનાથી જીવન ઘડતરના પાઠ શીખવામાં મદદરૂપ બનશે જેના માટે શિક્ષકો અને વાલીઓની ખુબજ મહત્વની જવાબદારી છે:જિલ્લા કલેક્ટરશ્રી.
અરવલ્લી જિલ્લામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો 'ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની' થીમ સાથે શુભારંભ થયો છે.આ શ્રેણીમાં અરવલ્લી જિલ્લામાં તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં મહાનુભાવો,અધિકારીશ્રીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી,સર્વ ધારાસભ્યશ્રીઓ,રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે. જિલ્લાના મોડાસા તાલુકાની લીંભોઈ પ્રાથમિક શાળા ખાતેથી અરવલ્લી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બાલવાટિકામાં અને ધોરણ ૧માં ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના પ્રસંગે કલેકટરશ્રીએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે,નાના ભૂલાકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે જેની શરુઆત ઘર અને આંગણવાડીથી કરાય છે.અને આ નાના બાળકો આવનારા ભવિષ્ય માટે સક્ષમ બને તે માટે આપણે સૌએ સાથે મળીને નવતર પ્રયોગો સાથે પ્રયાસો કરવા પડશે.
નાના ભૂલકાઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ સવાંદ કરતા જણાવ્યું કે ;અવનવું જાણવું અલગ અલગ વિષયો વિશે વાંચવું અને રમત ગમત ના મેદાનમાં જઈને અનેક પ્રકારની રમતો છે તે રમવી અને મોબાઇલમાં ગેમ્સ રમવી નહીં અને પેકેટ ફૂડ પણ ખાવું નહીં ઘરનું બનેલો ખોરાક લેવી જેનાથી તંદુરસ્ત રહી શકાય.વધુમાં આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી.
જિલ્લા કલેકટરરશ્રીએ લીંભોઈ હાઈસ્કૂલ ખાતે પણ મુલાકાત કરી હતી અને જેમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે મહત્વના વિષયો ગણિત વિજ્ઞાન અંગ્રેજી ઉપર વધારે ધ્યાન આપવું અને મેદાનની રમતમાં ચોક્કસપણે ભાગ લેવો જેનાથી એકાગ્રતા વધશે અને તેનાથી શારીરિક સાવસ્થતા જળવાશે.અને દીકરીઓ અને દીકરાઓને આગલાના વિષયો અને પોતાની આગવી પ્રતિભા ઉપર પણ ધ્યાન આપવું અને પ્રોત્સાહન લેવું.અને ઉજવળ ભવિષ્ય માટે શુભઆશિષ આપ્યાં હતા.આ સાથે જિલ્લા કલેકટરશ્રીએ એસ.એમ.સી કમિટી અને શાળાના શિક્ષકો સાથે બેઠક યોજીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સુધારવા તરફ ભાર મૂક્યો હતો.શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે વિદ્યાર્થીઓ દ્વારા નમો લક્ષ્મી યોજના,પરિવહન સેવા,સેવ વોટર અને વૃક્ષો બચાવો વિષય પર વક્તવ્ય આપ્યું હતું.જિલ્લા કલેકટરશ્રી અને મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા પૂર્વ આચાર્યનું સન્માન કરાયું હતું.કાર્યક્રમના અંતે શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું.આ કાર્યક્રમમાં ગામના પદાધિકારીશ્રીઓ, આચાર્યશ્રી,શાળાના શિક્ષકો સહિત ગામના લોકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.