વટવા કેનાલ રોડ પર આવેલી કાંતાબેન રામની વાડીમાં કરવામાં આવેલ ખોડીયાર માતાજી પાઠનું આયોજન, પંદર વર્ષથી અવિરત પણે આ આયોજન કરવામાં આવે છે.
દર્શક મિત્રો આજે હું કોઈ બ્રેકિંગ ન્યુઝ માટે આપને જણાવવા નથી જઈ રહ્યો પરંતુ બ્રેકિંગ ન્યુઝ પણ પરે ભક્તિ વિશે વાત કરવા જઈ રહ્યો છું. આજની ફાસ્ટ લાઇફમાં અમૂક લોકો પાસે પૈસા તો ઘણા છે પરંતુ એકાદ બે કલાક નો સમય ભક્તિ કરવા માટે નથી અને જેની પાસે એક સાંધતા તેર તૂટે એવાં લોકો માટે પોતાના પરિવાર માટે નાં પ્રશ્નો કેવી રીતે હલ કરવા એ વિચારોમાં ભક્તિ માટે સમય નથી આપી શકતા. ભક્તિ કરવા પૈસા હોવા કે નાં હોવા એ જરુર નથી એટલે ભક્તિ કરવા પૈસા નું કોઈ મહત્વ નથી. હા,એક વાત જરૂરથી કહીશ પૈસા હોય એને પણ રોજ મહેનત રોજ ખાનારા વ્યક્તિઓને કે જો તમને આવો ભક્તિ કરવાનો મોકો મળે તો અવશ્ય જજો કારણકે ભક્તિ મય વાતાવરણ થી તમામ દુઃખ દર્દ ભૂલાઈ જશે અને સાથે નવા લોકોનો પરિચય પણ થશે.
ભક્તિ ની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે આજે અમારી એટ ધીસ ટાઈમ ન્યુઝ ની ટીમ ને અમદાવાદ ખાતે આવેલ વટવા કેનાલ રોડ પર કાંતાબેન રામીની વાડીમાં આયોજન કરવામાં આવેલ ખોડીયાર માતાજી નાં પાઠમાં કવરેજ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.જેનાં કારણે અમારા એટ ધીસ ટાઈમ ન્યુઝ નાં પ્રતિનીધી આને ટૂંક સમયમાં જ એટ ધીસ ટાઈમ ન્યુઝ નાં પ્રતિનિધિ બનવા જઈ રહયા છે એવા દિપેશ સોલંકી આ સુંદર આયોજન નું કવરેજ કરવા માટે ગયા હતા કે જ્યાં ખોડીયાર માતાજી નાં પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજકો પંદર વર્ષથી અવિરત પણે ખોડીયાર માતાજી નાં પાઠનું આયોજન એક પણ પૈસો દાન લીધા વગર કરી રહ્યા છે.વધુ વિગત અમારા પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવી હતી, દર્શક આને વાંચક તે આપી જોઈ આને સાંભળી શકો છો.
હવે, વાત ખોડીયાર માતાજી નાં પાઠની છે તો આપણે ખોડીયાર માતાજી નું નામ ખોડીયાર માં કેવી રીતે પડ્યું તે પણ આને તેમનાં વિષે વધું જાણવું તો જોઈએ કે નહીં?
ખોડીયાર માતાજી વિશે
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો,જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
કવરેજ બાય : કેયુર ભાઈ ઠક્કર અને દિપેશ સોલંકી
પબ્લિશ બાય: સૌરાંગ ઠક્કર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.