“વંદે ગુજરાત વિકાસ યાત્રા”અંતિમપડાવમાં પહોંચતા હિંમતનગર તાલુકાના જામળા અને ખેડમાં વિકાસ રથના વધામણાં
*હિંમતનગર તાલુકાના જામળા અને ખેડમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”ના વધામણાં*
************
*ઇડર તાલુકાના જાલીયા, મસાલ અને દાવડમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઇ*
***********
"વંદે ગુજરાત વિકાસ યાત્રા”ના હિંમતનગર અને ઇડર તાલુકાના જામળા, ખેડ, જાલીયા, મસાલ અને દાવડમાં પરંપરાગત સ્વાગત ગીતો રજૂ કરી વિકાસ રથના વધામણાં કરવામાં આવ્યા હતા.
સંવેદનશીલ સરકારે હરહંમેશ છેવાડાના માનવીની જરૂરીયાતોને પ્રાથમિકતા આપી છે.માનવીના જન્મથી લઇ મરણ સુધી અનેક વિધ યોજનાઓ અમલમાં મુકી છે અને છેવાડાના માનવી સુધી પહોચાડવા માટે પ્રયત્નશીલ રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિકાસ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, MMY યોજનાના,અનુસૂચિત જાતિના લાભાર્થીઓને બાજરી બિયારણની કીટનું વિતરણ વગેરે યોજના લાભાર્થીઓને યોજનાકીય લાભો મહાનુભવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ સૌથી વધુ દૂધ ભરાવતા પશુપાલકોને દૂધ ડેરી તરફથી હાઇબ્રીડ બિયારણની કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ.પ્રાથમિક શાળામાં ચિત્ર તથા નિબંધ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગર ખાતેની વિકાસ યાત્રા દરમિયાન હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. એચ. શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, ,તાલુકા પંચાયત સદસ્ય શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી હિંમતનગર, અગ્રણી જેઠાભાઇ પટેલ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આબીદઅલી ભુરા
સાબરકાંઠાન
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.