સાયલાના ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર પધરાવવાની ફરીવાર ઘટના સામે આવી. - At This Time

સાયલાના ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર પધરાવવાની ફરીવાર ઘટના સામે આવી.


સાયલાના મદારગઢ ગામના ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર મામલે પોલીસ ફરીયાદ નોંધાઈ.

ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર પધરાવતા સાયલા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાઈ.

નર્મદા એગ્રો નામની કંપનીએ ખેડૂતો સાથે કરી છેતરપિંડી.

ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર પધરાવતા ખેડૂતો પાયમાલ.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના પાંચથી વધુ ગામના ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા હતાં અને ખેડૂતો દ્વારા આ મામલે તંત્રમાં અનેકવાર રજૂઆત બાદ અંતે ખેતીવાડી અધિકારી દ્વારા ડુપ્લિકેટ ખાતર પધરાવનાર કંપનીના જવાબદાર અધિકારીઓ તેમજ એજન્ટો સામે સાયલા પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા ફરીયાદ નોંધી તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે.

સાયલા તાલુકાના મદારગઢ ગામના ૩૦ થી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનતાં કપાસ સહીતના પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ વીઘા દીઠ ૧૦ હજારથી વધુનો ખર્ચ કર્યો છે અને ખેડૂતોને વીઘાદીઠ રૂપિયા ૫૦ હજારથી વધુનું નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો પાયમાલ બની ગયાં છે એક તરફ ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળતું બીજી તરફ ખેડૂતો ડુપ્લિકેટ ખાતરના કારણે પરેશાન બન્યાં છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે ખેડૂતોને વળતર નહીં મળે તો ખેડૂતો દ્વારા આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા, સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.