બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા કાનજીભાઇ થડવાઇને હાર્ટ અટેકના કારણે મોત
બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા કાનજીભાઇ થડવાઇને હાર્ટ અટેકના કારણે મોત
ટાટમ ગામે રાત્રી દરમ્યાન ફરજ બજાવી ઘરે ફરતા સમયે ગોરડકા બસ સ્ટેન્ડ નજીક પહોંચતાં જ અચાકન હાર્ટ એટેક આવતા પોલીસકર્મીનું મોત
બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45વર્ષિય કાનજીભાઇ થડવાઇને હાર્ટ અટેકના કારણે મોત થયું છે. નાની વયના લોકોમાં હાર્ટ અટેકથી મોતની આજકાલ અવારનવાર ઘટના બની રહી છે. સુરતમાં સતત ત્રીજા દિવસે હાર્ટ અટેકથી મોતની ઘટના બની છે. સુરત બાદ બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45 વર્ષિય કાનજીભાઇને હાર્ટ આવતા મોત થઇ ગયું, ગઢડા ના ટાટમ ગામે રાત્રી દરમ્યાન ફરજ બજાવી ઘરે ફરતા સમયે પોતાના ગામના ગોરડકા બસ સ્ટેન્ડ નજીક પહોંચતાં જ અચાકન તેમને હાર્ટ એટેક આવી જતાં પોલીસસ કર્મીનું મોત નિપજ્યું છે. પોલીસ કર્મીના મોતના સમાચારથી પરિવાર અને પોલીસ બેડમાં શોક વ્યાપી ગયો છે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.