ટાઉનશીપમાં મીટીંગમાં બોલાવી અશ્વિનભાઇની ધોલધપાટ
મોરબી રોડ પર રતનપર પાસે હર્ષિલ ટાઉનશીપ જી-૨૦૩માં રહેતાં અને કલરકામ કરી ગુજરાન ચલાવતાં અશ્વિનભાઇ જીવણભાઇ ટીંબડીયા (પ્રજાપતિ) (ઉ.વ.૪૬)ને રાતે અગિયારેક વાગ્યે સોસાયટીના કમ્પાઉન્ડમાં અન્ય વિંગના રહેવાસી અશોકસિંહ અને કમલેશભાઇ ધોબીએ ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અશ્વિનભાઇના કહેવા મુજબ વિંગના રહેવાસીઓના ઘર વપરાશનું જે પાણી હોય છે તેમાંથી કમલેશભાઇ ધોબી પોતાના કામ માટે પાણીનો વપરાશ કરે છે. આ બાબતે તેને અગાઉ સમજાવ્યા હોઇ મનદુઃખ ચાલતું હતું. રાતે પોતે સુઇ ગયા હતાં ત્યારે ફોન કરી પાણી બાબતે મીટીંગ છે તેમ કહી નીચે પાર્કિંગમાં બોલાવ્યા બાદ ઝઘડો કરી મારકુટ કરવામાં આવી હતી. આક્ષેપો અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.