શ્રી ઔદિચ્ય યુવક મંડળ દ્વારા શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ - At This Time

શ્રી ઔદિચ્ય યુવક મંડળ દ્વારા શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ


શ્રી ઔદિચ્ય યુવક મંડળ દ્વારા શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ

ભાવનગર શ્રી સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિ, ભાવનગરના મેડિકલ, એન્જિનિયરિંગ (ડિગ્રી તથા ડિપ્લોમા), ફાર્મસી, સાયન્સ, આર્ટસ તથા કોમર્સ વિષયમાં હાલમાં સ્નાતક અને અનુસ્નાતકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૨૩-૨૪ની શિષ્યવૃત્તિ આપવાનો તથા જ્ઞાતિની વિશિષ્ટ પ્રતિભાઓને પુરસ્કૃત કરવાનો કાર્યક્રમ તારીખ ૨૬-૦૬ ને રવિવારના રોજ સાંજે પાંચ કલાકે (૫.૦૦ કલાક) શિશુવિહાર, ભાવનગર ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં જાણીતા શિક્ષણિવદ તથા પ્રોફેસર ડો. ભદ્રેશકુમાર રમણીકલાલ પંડ્યા (કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર) સમારંભના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સમારોહમાં જ્ઞાતિના મહાનુભાવોની વિશેષ હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ સમારોહમાં ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા સહુને શ્રી ઔદિચ્ય યુવક મંડળ ભાવનગર દ્વારા એક યાદી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.