ગોસા(ઘેડ) ગામે બાવીસીયુ માતાજીની ધ્વજા રોહણ, સતીઆઈ માતાજીની પીણી,રામદેવપીરનો પાટોત્સવ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે - At This Time

ગોસા(ઘેડ) ગામે બાવીસીયુ માતાજીની ધ્વજા રોહણ, સતીઆઈ માતાજીની પીણી,રામદેવપીરનો પાટોત્સવ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે


ગોસા(ઘેડ) પોરબંદર તા. ૧૯/૦૫/૨૦૨૪
પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તાર પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે રોડ પર આવેલ ગોસા(ઘેડ) ગામે સપપંચશ્રી વાઘાભાઈ કારાભાઈ કોડીયાતર પરિવાર દ્રારા સવંત ૨૦૮૦ વૈશાખ સુદ૧૨ને સોમવાર તા. ૨૦/૦૫/૨૦૨૪ ના રોજ બાવીસીયુ માતાજી મંદિરે ધ્વજા રોહણ વીધી, સતીઆઈ માતાજીની પીણી, અને બારોટ્જીના ચોપડે નામકરણ વીધી, નકલંક નેજાધારી બાબા રામદેવપીર ની પ્રસાદી, સમસ્ત ગોસા(ઘેડ) ગામને ધુમાડાબંધ જબરૂ જમણવાર તેમજ સાંજના સંતવાણીનો સ્ટેજ પોગ્રામ સહિતના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.
ગોસા(ઘેડ)ગામે સરપંચ વાઘાભાઈ કોડીયાતર પરિવાર તરીફથી સવંત ૨૦૮૦ વૈશાખ સુદ૧૨ને સોમવાર તા. ૨૦/૦૫/૨૦૨૪ ના રોજ સવારના શ્રી બાવીસીયુ માતાજીના મંદિરે સવારે ભુવા આતાશ્રી ખીમાઆતાની ઉપસ્થિતિમાં માતાજી મંદિરના શિખર પર ધ્વજા ચઢ્વાવા આવશે. ત્યારબાદ શ્રીસતિઆઈ મંદિરે માતાજીની પીણીનો ભુવાઆતાશ્રી કરશનભાઈઆતાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.તેમજ સરપંચશ્રી વાઘાભાઈના સુપુત્રો જેઠાભાઈના સુપુત્ર આરવ અને લાખાભાઈ વાઘાભાઈ કોડીયાતરના સુપુત્ર પાર્થના બારોટજીના ચોપડે બારોટજી બટુકભાઈ તથા ઉમેશભાઈ દ્રારા નામકરણ વીધીનો કાર્યક્રમ યોજાશે.
સાંજનાં ૬ વાગ્યે સમસ્ત ગોસા(ઘેડ) ગામનો ધુમડા બંધ જમણવારનો કાર્યક્રમ ગોસા(ઘેડ)ગામે મઠ વિસ્તારમાં ભૈરવા બાપાના સ્થાનકની સાનિધ્યમાં રાખવામાં આવેલ છે. જ્યારે સાંજના ૯:૦૦ કલાકે નકલંક નેજાધારી બાબા રામદેવપીર ની પ્રસાદી(પાટ) સરપંચશ્રી વાઘાભાઈ કોડીયાતરના ‘’ સોનલ ક્રુપા ‘’ નામાના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે. જ્યારે સોમવારના સાંજના ૧૦ કલાકે મઠ વિસ્તારમાં ભૈરવા બાપાના સ્થાનકની સાનિધ્યમાં વિશાળ સમિયાણા મા સંતવાણીનો સ્ટેજ પોગ્રામ રાખવામાં આવેલ છે. જેમાં નામાંકિત લોક ગાયીકા દ્વારકાના મિતલબેન રબારી તેમજ કેશોદના લોકગાયીકા તેજલબેન દરબાર અને આલાભાઈ કોડીયાતરનો સંતવાણેનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે,ત્યારે સાંજના ૧૦ કલાકે મઠ વિસ્તારમાં ભૈરવા બાપાના સ્થાનકની સાનિધ્યમાં રાખેલ સંતવાણીનો લ્હાવો લેવા સમસ્ત ગામજનો તેમજ ભક્તજનોને રામદેવપીર ની પ્રસાદી(પાટ)ના દર્શન કરવા ભવભર્યુ આમંત્રણ સરપચશ્રી વાઘાભાઈ કોડીયાતર પરિવરજ્નો તરફથી પાઠવવામા આવેલ છે.
રિપોર્ટર:- વિરમભાઈ કે.આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.