બોટાદ જિલ્લામાં ગંદકી અને પશુઓ થી લોકો ત્રાહિમામ
*બોટાદ જિલ્લામાં ગંદકી અને પશુઓ થી લોકો ત્રાહિમામ*
બોટાદ નગરપાલીકા દ્વારા જ્યારે કોઈ પણ જગ્યાએ જુઓ ત્યાં ગંદકી અને કચરો જોવા મળતો હોઈ છે ત્યારે બોટાદ નાં લોકો દ્વારા કહેવામાં આવે છે કોઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી શહેરમાં નિયમીત સફાઈ ન થતી હોવાથી શહેરમાં ઠેરઠેર ગંદકીના થર જામી ગયા છે લોકોને રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ બની ગયુ છે. શહેરમાં લંમ્પી વાયરસને લઈ પશુઓ મરી રહ્યા છે, ત્યારે આ પશુઓ મૃત હાલતમાં રોડ ઉપર કલાકો સુધી પડ્યા રહેતા હોય છે. જેને લઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વેપારીઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે.4-5 દિવસ થવા છતાં તંત્ર દ્રારા આ કચરો હટાવવામાં ન આવતા શેરીઓમા જવાના રોડ રસ્તા બંધ થઈ જતા હોય છે. જેને લઈ વાહન ચાલકો પોતાના વાહનો અન્ય દુરના રસ્તે થઈને લઈ જવા પડે છે. બોટાદના આ ગાંડા વિકાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી રહ્યાં છે.જ્યારે અનેક વિસ્તારો માં શેરીઓ માં ઘણા વર્ષો થી રોડ-રસ્તાઓ નથી બન્યા. તેથી વરસાદ ની ઋતું માં લોકો ને ચાલવામાં તકલીફ પડતી હોય છે એટલે બોટાદ કેટલાય વિસ્તારો માં વિકાસ જ નથી થયો.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.