બાલાસિનોર તાલુકાના જનોડ ગામેથી જુગાર રમતા 5 આરોપીઓને ઝડપી પાડતી તાલુકા પોલીસ
બાલાસિનોર તાલુકાના જનોડ ગામેથી જુગાર રમતા 5 આરોપીઓને ઝડપી પાડતી રૂલર પોલીસ
બાલાસિનોર તાલુકાના જનોડ ગામેથી જુગાર રમતા 5 આરોપીઓને ઝડપી પાડતી રૂલર પોલીસ
મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓએ જુગારની પ્રવૃતીઓ ચુસ્ત પણે નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા જે અનુસંધાને ના.પો.અધિ. પી. એસ. વળવી તેમજ એમ. વી.ભગોરા પીઆઈના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહી જુગાર ચાલતી પ્રવૃતિઓ શોધી કાઢવા પોલીસ કર્મચારીઓની ટીમની રચના કરવામાં આવી હતી.
બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગા૨ના કેશો શોધી કાઢવા માટે બાલાસિનોર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન પીઆઇ એમ.વી.ભગોરાને ખાનગી રાહે બાતમી મળેલ કે જનોડ ગામે હરીજન વાસમાં ખુલ્લામા બેસી કેટલાક માણસો શહેરી લાઇટના અજવાળે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે. અને હાલ રમત ચાલુ છે તેવી બાતમી આધારે સદર બાતમી વાળી જગ્યાએ જઇ જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા (૧) કલ્પેશભાઇ ભીખાભાઇ હરીજન રહે.જનોડ તા.બાલાસિનોર જી.મહીસાગર (૨) ડાહયાભાઇ રમણભાઇ હરીજન રહે.જનોડ તા. બાલાસિનોર જી.મહીસાગર (૩) નગીનભાઇ મોહનભાઇ હરીજન રહે.જનોડ તા.બાલાસિનોર જી.મહીસાગર (૪)આકાશકુમાર ભરતભાઇ હરીજન રહે. શહેરા પોલીસ સ્ટેશનની સામે હરીજન વાસ જી.પંચમહાલ ગોધરાનો (૫) જયદિપકુમાર બાબુભાઇ સોલકી રહે. બાલાસીનોર તાલુકા પંચાયત પશુ દવાખાનાની સામે તા.બાલાસીનોર જી.મહીસાગરનાઓ સ્થળ પર પકડી પાડતી બાલાસિનોર તાલુકા રૂલર પોલીસ. તેમની પાસેથી દાવ ઉપરથી રોકડ રૂા.૫૬૦/- મળી આવેલ તથા ઉપરોક્ત જણાવેલ તમામ ઇસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂા.૪૫૦૦/- મળી કુલ રૂપિયા ૫,૦૦૦/- ના મુદામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરીમાં PI એમ.વી.ભગોરા, ASI મુકુન્દભાઇ રૂપાભાઈ, મહેન્દ્રસિહ બાલસિંહ, HC જયરાજસિહ ઉદેસિંહ, અ.પો.કો વિક્રમભાઇ વાધાભાઈ જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.