ઉદયનગરમાં કિર્તીભાઈ રાઠોડનો ફાંસો ખાઈ આપઘાત
મવડી મેઈન રોડ પર આવેલ ઉદયનગરમાં લુહાર યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ઉદયનગર-1માં રહેતા કીર્તીભાઈ હસમુખભાઈ રાઠોડ (ઉ.38) ગઈકાલે બપોરે બે વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે તેમના માતા-પિતા અને બહેન બહાર ગયા હતા. ત્યારે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. થોડીવાર બાદ તેની બહેન ઘરે આવી જોયું તો ભાઈ લટકેલી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો.
પરીવારજનોએ 108ને જાણ કરતા 108ની ટીમે યુવકને તપાસી મઅત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થતા માલવીયાનગર પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મળેલ વિગત અનુસાર મૃતકને જીવરાજ પાર્કમાં વાહન બોડી કામનું ગેરેજ હતું અને તે બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ તેમજ અપરિણીત હતો તેમની મોટી બહેન મિતલબેનના એક માસ બાદ લગ્ન છે. ગઈકાલે બહેનના લગ્નના પ્રસંગની ખરીદી કરવા પરીવાર બહાર ગયો ત્યારે પગલું ભરી લીધું હતું. આપઘાતના કારણ અંગે પરીવાર પણ અજાણ હોવાનું જણાવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.