જિલ્લા સમાજ કલ્યાણ કચેરી વિકસતી જાતિના ભાડા પેટે રખાયેલ કુમાર/ કન્યા માટેના મકાન ભાડાની તપાસ થવા માંગ "અમરેલી માં માસિક રૂપિયા 52,950 ના ભાડે રહેતો વિકાસ" - At This Time

જિલ્લા સમાજ કલ્યાણ કચેરી વિકસતી જાતિના ભાડા પેટે રખાયેલ કુમાર/ કન્યા માટેના મકાન ભાડાની તપાસ થવા માંગ “અમરેલી માં માસિક રૂપિયા 52,950 ના ભાડે રહેતો વિકાસ”


જિલ્લા સમાજ કલ્યાણ કચેરી વિકસતી જાતિના ભાડા પેટે રખાયેલ કુમાર/ કન્યા માટેના મકાન ભાડાની તપાસ થવા માંગ

"અમરેલી માં માસિક રૂપિયા 52,950 ના ભાડે રહેતો વિકાસ"

અમરેલી શહેર માં જિલ્લા સમાજ કલ્યાણ કચેરી વિકસતી જાતિના ભાડા પેટે રખાયેલ કુમાર/ કન્યા માટેના મકાન ના ભાડા અંગે ભારે વિસંગતતા ઓની તપાસ થવા માંગ કરતા સુખડીયા એ નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી બ્લોક નંબર-૪, ૩ જો માળ,, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત ને પત્ર પાઠવી અમરેલી જિલ્લા સમાજ કલ્યાણ કચેરી વિકસતી જાતિના ભાડા પેટે રખાયેલ કુમાર/ કન્યા માટેના મકાન ભાડાની તપાસ કરી કાર્યવાહી થવા માંગ કરી વિકસતી જાતિ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી અમરેલી દ્વારા વિકસિત જાતિ કુમાર છાત્રાલય માટે અમરેલી શહેરમાં મકાન ભાડે રાખેલ જેમાં કુમાર છાત્રાલય માટે 30,000/- લેખે ઓગસ્ટ'2019 થી ફેબ્રુઆરી'2022 સુધીમાં રૂપિયા 9,30,000/- ચૂકવાયેલ છે તેમજ કન્યા છાત્રાલય માટે અમરેલી શહેરમાં તારીખ 1/4/2017 થી તારીખ 31/3/2022 સુધીમાં માસિક રૂપિયા 52,950/-લેખે 30,08,250/-ચૂકવાયેલ છે જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર (સ્ટેટ) માર્ગ મકાન વિભાગ અને કાર્યપાલક માર્ગ મકાન સ્ટેટ દ્વારા કન્યા છાત્રાલય માટે Rs. 24,060/- નું પ્રમાણપત્ર સમાજ કલ્યાણ અધિકારી શ્રી અમરેલી વિકસતી જાતિને તારીખ 27/6/2016 ના આપેલ હતું તો Rs. 52,950/- રૂપિયાનું ઊંચું ભાડું શા માટે ચૂકવાયું તે તપાસવું જરૂરી છે ???? આને કારણે સમાજ અને રાષ્ટ્રના નાણાંને નુકસાન થયાનું જણાયેલ છે માંગેલ માહિતી મુજબ આ અંગે તપાસ કરી આવી નાણાકીય વિષમતા કેમ? આ કન્યા છાત્રાલયમાં 50 જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે તો આ બાબતે ગંભીરતાથી લઈ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થવા તેમજ આ સિવાય અન્ય જિલ્લામાં રખાયેલ મકાનોના ભાડાપટ્ટાની પણ તપાસ કરવા ખાસ વિનંતી કરવામાં આવે છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.