રોકડ રૂ.૧૮,૪૫૦/-નાં મુદ્દામાલ સાથે વરલી મટકાનો આંકડાનો જુગાર રમતાં ૩ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

રોકડ રૂ.૧૮,૪૫૦/-નાં મુદ્દામાલ સાથે વરલી મટકાનો આંકડાનો જુગાર રમતાં ૩ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એમ.એન.શોપીંગ સેન્ટર પાસે, સીટીજન ગેસ્ટ હાઉસ પાસે, મહુવામાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાતો હોવાની પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને સંયુકત રીતે મળેલ બાતમી આધારે રેઇડ દરમ્યાન નીચે મુજબનાં માણસો વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંઘક ઘારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ

આરોપીઓઃ-

1. રમેશભાઇ બેચરભાઇ રાઠોડ ઉ.વ.૪૬ ધંધો-મજુરી રહે.પીપરલા તા.તળાજા જી.ભાવનગર

2. રવજીભાઇ બચુભાઇ જોળીયા ઉ.વ.૪૦ ધંધો-હિરા ઘસવાનો રહે.માળીયા તા.મહુવા જી.ભાવનગર

૩. નારણભાઈ ભગવાનભાઇ સાંખટ ઉ.વ.૪૯ ધંધો-મજુરી રહે.પીપળવા તા.મહુવા જી.ભાવનગર 4 અબ્દુલકાદર ઉર્ફે અબ્બાકાદર કરીમભાઇ મોરખ રહે.નવાઝાપા, મહુવા (પકડવાનાં બાકી) કબ્જે કરેલ મુદ્દામાલઃ-

વરલી મટકાના આંકડા લખેલ સાહીત્ય તથા રોકડા રૂ.૧૮૪૫૦/- મળી કુલ કિ.રૂ.૧૮:૪૫૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા શ્રી પી. બી જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફના ચેતનસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, ભદ્રેશભાઈ પંડયા

ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon