કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં સાયલા તાલુકાના લીંબાળા ગામે કર્મચારી-વિદ્યાર્થી સન્માન સમારોહ-૨૦૨૩નો શાનદાર કાર્યક્રમ યોજાયો
૧૦૩ જેટલાં કર્મચારીઓ-વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર અને મેમોન્ટો આપી કરાયાં સન્માનિત
શિક્ષણના માધ્યમ થકી જ જીવનમાં આગળ વધી શકાય છે
યુવાપેઢીને નિર્વ્યસની,સંસ્કારી અને જવાબદાર બનાવવાનું આપણું કર્તવ્ય
સાયલા તાલુકાના લીંબાળા ગામની પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં નૂતન દિનની પૂર્વ સંન્ધાયે શ્રી મારુતિનંદન કેળવણી મંડળ તથા સમસ્ત લીંબાળા ગામ આયોજિત કર્મચારી-વિદ્યાર્થી સન્માન સમારોહ-૨૦૨૩ યોજાયો હતો દિવાળી પર્વની શુભેચ્છા પાઠવાતા
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, લીંબાળા ગામની અંદર અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ આટલા મોટા પ્રમાણમાં કર્મચારીઓ વિવિધ વિભાગોમાં ફરજ બજાવે છે તેનો અનેરો આનંદ છે આ સન્માન આવનારા બાળકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ સાધવો હશે તો તેના માટે શિક્ષણ ખુબ જ આવશ્યક છે ત્યારે ગામના તમામ વાલીઓને પોતાના દિકરા-દિકરીને અવશ્ય ભણાવવા તેમજ જો કોઈ વ્યસન હોય તો તેને કાયમી તિલાંજલિ આપવા, યુવાપેઢીને નિર્વ્યસની,સંસ્કારી અને જવાબદાર બનાવવાનું આપણું કર્તવ્ય હોવાનું જણાવ્યું હતું વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પીવાનું તેમજ સિંચાઈનું પાણી લોકોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર હરહંમેશ કટીબધ્ધ છે ત્યારે આવનારા ટૂંકા સમયગાળામા સાયલા તેમજ ચોટીલાના જે વિસ્તારો પાણીથી વંચિત છે તેવા તમામ વિસ્તારોને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહેશે તેવી અભિલાષા મંત્રીએ વ્યક્ત કરી હતી. પ્રકાશનું પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઇને આવે તે માટે મંત્રીએ શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે રાજકોટના નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેશભાઈ નાકીયા, તાલુકા પંચાયતના સભ્ય નાગરભાઈ જીડીયા, વિષ્ણુભાઈ સાપરાએ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત અન્ય મહાનુભાવોના વરદ હસ્તે લીંબાળા ગામના ૮૫ જેટલાં કર્મચારીઓ અને ધો. ૩ થી ૮ મા ગત વર્ષે પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમ મેળવાર ૧૮ વિદ્યાર્થીઓ સહિત કુલ-૧૦૩ જેટલાં કર્મચારીઓ- વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર અને મેમોન્ટો આપી સન્માનિત કરાયા હતાં. આ ઉપરાંત ગામના હાલના સરપંચશ્રી, પૂર્વ સરપંચઓ, ગામની આંગણવાડીની બહેનોને પણ સન્માનિત કરાયાં હતાં કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરવાની સાથે શ્રી મિત મકવાણા અને શિવમ કાગડીયાએ ડાન્સનુ પર્ફોર્મન્સ રજૂ કરીને સૌને અભિભૂત કર્યાં હતાં આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનુ મંચ પર શ્રી મારુતિનંદન કેળવણી મંડળે સમગ્ર ગામ વતી ઢાલ અને તલવાર આપી, પાઘડી પહેરાવી સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે પૂર્વ સરપંચઓ, લીંબાળા ગામના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.