વેર્સ્ટન ડિસ્ટર્બન્સ: સવારથી આંશિક વાદળીયું હવામાન
રાજકોટ સહિત રાજયમાં અનેક સ્થળોએ આજે સવારથી વેર્સ્ટન ડિસ્ટર્બન્સની, અસર હેઠળ આંશિકવાદળ છાયું હવામાન છવાયું હતું.અને આવું વાતાવરણ હજુ બે દિવસ સુધી છવાયેલું રહેશે અને મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. બાદમાં તા.5થી ફરી તાપમાન વધવા પામશે.
ખાસ કરીને તા.7ને મતદાનનાં દિવસે હિટવેવની અસર હેઠળ અનેક સ્થળે 42 થી 43 ડિગ્રી તાપમાન રહેશે.તેમજ સુરેન્દ્રનગર અમરેલીમાં, 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે તેમ હાજર હવામાન વિભાગે એક આગાહીમાં જણાવેલ છે.
જામનગર શહેરમાં આજે સતત બીજા દિવસે પણ મહતમ તાપમાનનો પારો 38 ડિગ્રી રહ્યો હતો.જો કે સવારથી વાદળછાયું વાતાવરણ હતું.જ્યારે પવનની ગતિ 10.4 નોંધાઇ હતી.ત્યારે બપોરના સમયે ઉનાળાના સૂર્યનારાયણના આકરા મિજાજથી અંગ દઝાડતા તાપનો અહેસાસ લોકોએ કર્યો હતો.
શહેરમાં મહતમ તાપમાન 38 ડિગ્રી નોંધાયુ હતુ.જયારે પવનની નોંધપાત્ર ઝડપ સાથે ભેજનુ પ્રમાણ વધતા લોકોએ બપોરે ઉકળાટનો અનુભવ કર્યો હતો. જામનગરમા છેલ્લા એકાદ સપ્તાહથી મહતમ તાપમાનમાં ક્રમશ વધારો જોવા મળી રહયો છે. ચૈત્ર માસમાં સુર્યનારાયણે આગવો મિજાજ દર્શાવતા આકરી ગરમીનુ જોર ઉત્તરોત્તર વધી રહયુ છે.
શહેરમાં દિવસનુ તાપમાન વધવાની સાથે વેગીલા વાયરા, ફૂંકાતા ખાસ કરી બપોરના સુમારે લોકો અંગ દઝાડતા તાપ સાથે લૂ વર્ષાનો અહેસાસ કર્યો હતો. જોકે,બપોર બાદ પવનના યથાવત જોરના કારણે મોડીસાંજે વાતાવરણમાં થોડી ટાઢક પ્રસરતા શહેરીજનોએ રાહત અનુભવી હતી.શહેરમાં મહતમ તાપમાન 38.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી નોંધાયુ હતુ.જયારે ભેજનુ પ્રમાણ વાતાવરણમાં 62 ટકાને આંબી ગયુ હતુ. પવનની ગતિ પ્રતિકલાક 10.8 કિ.મિ. રહેવા પામી હતી.
શહેરમાં ખાસ કરી બપોરના સુમારે સુર્યપ્રકોપની - અસર તળે સતત ધમધમતા રાજમાર્ગો પર ચહલ પહલ ઓછી જોવા મળી હતી.બીજી બાજુ આકરી ગરમીથી રક્ષણ માટે લોકો ઠંડાપીણાનો ટોપી, ચશમાં નો સહારો લેતા પણ જોવા મળ્યા હતા.
દરમ્યાન રાજકોટમાં ગઈકાલે બપોરે આકરી લૂં ફુંકાયા બાદ આજે સવારથી, ફરી હવામાન પલ્ટો આવેલ હતો.અને સવારે આંશિક વાદળછાયું હવામાન છવાયું હતું. રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન 40.8, તથા સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત અમદાવાદ ખાતે 41 અમરેલીમાં 41.3, વડોદરામાં 40, ભાવનગરમાં 39.9, ભુજમાં 39.5 છોટા ઉદેપુરમાં 39.8, તથા ડાંગમાં 38.6, દિવમાં 36, ગાંધીનગરમાં 40.2, અને દ્વારકામાં 32 ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાયું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.