શરદી-ઉધરસનાં સૌથી વધુ 1091, ચિકનગુનિયાનાં 1 સહિત વિવિધ રોગના 1502 કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું - At This Time

શરદી-ઉધરસનાં સૌથી વધુ 1091, ચિકનગુનિયાનાં 1 સહિત વિવિધ રોગના 1502 કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું


ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતથી જ રાજકોટ શહેરમાં રેકોર્ડબ્રેક ગરમી પડવા લાગી છે. વાતાવરણમાં અચાનક થયેલ બદલાવને લઈ રોગચાળો વકર્યો છે. છેલ્લા સપ્તાહમાં જ મનપાનાં ચોપડે શરદી-ઉધરસનાં સૌથી વધુ 1091 કેસ નોંધાયા છે. તેમજ તાવ અને ઝાડા-ઊલટી ઉપરાંત મચ્છરજન્ય રોગોનાં કેસો સહિત વિવિધ રોગના કુલ 1502 કેસ સામે આવ્યા છે. જેમાં ચિકનગુનિયાનો પણ 1 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. રાજકોટ મનપાનાં આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.